ભોજેલા ગામે ખેડૂતોને જાણ કર્યા વગર જ કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરતા ખેડૂતોએ કામ અટકાવ્યું

પોસ્ટ કેવી લાગી?

કોન્ટ્રાક્ટ દ્વારા અગાઉ જમીન સમતલ કરી આપવામાં નથી આવી જેથી ખેડૂતો રોષે ભરાઈ ખોદકામ કરતા અટકાવ્યું

ફતેપુરા તાલુકા ના ભોજેલા ગામે નળ સે જળ યોજના અંતર્ગત ગામે ગામ નળ થી પાણી પહોંચાડવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી ની પાઈપલાઈન નાખવા માટે ખોદકામ કરવા ની કામગીરી હાલ ચાલી રહી છે ત્યારે આ પાઈપલાઈન નાખનાર કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામ કામ કરવા મા આવી રહ્યું છે જે પણ ખેડૂત ની પરવાનગી લીધા વગર જ આડેધડ ખોદકામ કામ કરવા મા આવી રહ્યું છે અને હાલ રવિ સીઝન ચાલી રહી છે અને ખેતરો મા પાક થવા ની તૈયારી મા છે ફક્ત દોઢ મહીના નો સમય લાગે તેમ છે જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામ કામ કરવા મા અવતા ખેડૂતો રોષે ભરાયા હતા અને આ કોન્ટ્રાક્ટ દ્વારા સરકાર ની કોઈ પણ ગાઇડ લાઇન નું પાલન આ કોન્ટ્રાક્ટ દ્વારા કરવા અવ્યું નથી અને ખેડુત નું હિત પણ જોયું નથી.

આ બાબત ભોજેલા ગામ ના ખેડૂતે વાડીલાલ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે વરસાદ પણ સારો નથી પડ્યો જેથી અમારી ચોમાસા ની ખેતી પણ નિષ્ફળ ગઈ હતી અને હાલ રવિ સિઝન નો પાક તૈયાર થવા ની આરે છે અને જેને ફક્ત એક દોઢ મહીના જેટલો સમય લાગે તેમ છે તો અમારો રવિ પાક થઈ જાય પછી ખોદકામ કામ કરવા મા આવે તો અમને કોઈ જાત ની તકલીફ નથી.

જ્યારે બીજા સુરેશ પટેલે જણાવ્યું હતું કે ગયા વર્ષે પણ અહીંયા થી પાઈપલાઈન માટે ખોદાણ કરવા મા અવ્યું હતું અમને કહેવા મા અવ્યું હતું કે તમારી જમીન હાલ જેવી છે તેવી કરી અપીશું પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા જે પણ અધૂરી મૂકી દેવા મા આવી હતી અને અમારી જમીન મા હાલ જ ટ્રેક્ટર ,જે સી બી મારી ને સરખી કરી છે અને ફરી થી ખોદકામ કરતા અમારી જમીન ફળદ્રુપતા ઘટી જાય છે અને પત્થર નીકળી આવે છે જે પણ અમે મહામહેનતે સરખું કર્યું હતું.

ત્રીજા ફતાભાઈ મછાર જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા અમને એવી કોઈ પણ સૂચના આપવામાં આવી નથી કે તમને કેટલું વળતર મળશે તે પણ જણાવ્યું હતું અને જે ખેતર માંથી પાઈપલાઈન પસાર થાય તે ખેતર નું પૂરું વળતર મળવું જોઈએ તો અમે ખોદવા ની પરવાનગી અપીએ એન પાઈપલાઈન નાખ્યા પછી સમતલ પણ કરી આપવા ની બાંહેધરી અપાશે તો અમે ખોદકામ કરવા ની પરવાનગી અપીશું. અગાઉ પણ અમારા ખેતરો મા પાઈપલાઈન માટે ખોદાણ કરવા મા અવ્યું હતું અને સમતલ કરવા મા નથી અવ્યું અને અમારા સવખર્ચે જમીન સમતલ કરવી હતી જેમાં અમને વળતર કરતા વધુ ખર્ચ તો તેમાં થઈ ગયો હતો અમને યોગ્ય વળતર અને જમીન સમતલ કરવા ની ખાતરી અપાશે તો અમે ખોદકામ ની મંજૂરી અપીશું નહીંતર ખોદકામ નહીં કરવા દઈએ.

એટલું જ નહીં આ પ્રોજેક્ટ ની મંજૂરી ની વિગતો, પાઈપલાઈન કેવી રીતે નાંખવી જોઈએ ગાઇડ લાઇન પાઇપો નાખવા મા કેટલી જમીન ની જરૂર છે જેને સંપાદિત કરવી વળતર કેવીરીતે ચૂકવવું જે બાબતે તમામ માહિતી આપે નહીં ત્યાર સુધી કામ કરવા દેવાં મા આવશે નહીં.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures