Siddhpur

Siddhpur

સિદ્ધપુર (Siddhpur) ના માધુ પાવડિયા ઘાટ અને સરસ્વતી નદીના પટમાં તર્પણ વિધિ માટે રોજના હજારો શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા તર્પણ વિધિ પર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામાની મુદ્તમાં વધારો કરવામાં આવ્યો છે.

ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ-૧૪૪થી મળેલ અધિકાર અન્વયે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ફરમાવવામાં આવ્યું છે કે, તર્પણ વિધિ જેવી ધાર્મિક વિધિમાં બહોળા પ્રમાણમાં આવતાં લોકોની સંખ્યા અને સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના પટમાં માધુ પાવડિયા ઘાટની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતાં કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા એક જ સ્થળે વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ હોઈ કોવિડ-૧૯ અંગેની સરકારશ્રીની સુચનાઓની અમલવારી માટે જરૂરી જણાતું હોઈ સિદ્ધપુર મુકામે તર્પણ વિધિ માટે સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

આ પણ જુઓ : ગુજરાતમાં કોરોના વેક્સિનેશન માટે ટાસ્કફોર્સની રચના કરવામાં આવી

આગામી તા.૧૪ ડિસેમ્બર, ૨૦૨૦ સુધી તર્પણ વિધિ માટે સિદ્ધપુર મુકામે સરસ્વતી નદીના પટમાં, માધુ પાવડિયા ઘાટ ખાતે તથા બિંદુ સરોવર ખાતે આવવા પર તમામ માટે સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સાથે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના તા.૨૬/૧૧/૨૦૨૦ના જાહેરનામા મુજબના હુકમ પણ યથાવત રહેશે.

આ જાહેરનામું સિદ્ધપુરના સરસ્વતી નદીના પટમાં, માધુ પાવડિયા વિસ્તારમાં તથા ઉપર નિર્દિષ્ટ એક કિલોમીટરના વિસ્તારમાં તા.૨૭/૧૧/૨૦૨૦થી તા.૧૪/૧૨/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024