ફેસબૂક તેના મેસેન્જરમાંથી ઇન્સ્ટન્ટ ગેમ સુવિધાને દૂર કરી રહ્યું છે. ફેસબૂકના જણાવ્યા અનુસાર આ ઇન્સ્ટન્ટ ગેમ્સને મેસેન્જરથી દૂર કરવામાં આવશે અને ફેસબૂકની મુખ્ય એપમાં ખસેડવામાં આવશે. કંપનીનું કહેવું છે કે તેનો હેતુ મેસેન્જર એપ્લિકેશનને હળવુ અને ઝડપી બનાવવાનો છે. મેસેન્જ પર યૂઝર્સ લૂડો ક્લબ, બાસ્કેટબોલ, વર્ડ્સ વિધ ફ્રેન્ડ ફ્રેન્ઝી, પેકમેન અને સ્પેસ ઇન્વેડર્સ જેવા ઇન્ડેસ્ટ્રિંગ ગેમ્સ રમી શકો છો. તેનાથી યૂઝર્સ તેમના ફ્રેન્ડ્સની સાથે ચેટિંગ અને ગેમિંગનો આનંદ લઈ શકે છે.

ફેસબૂક ગેમ્સ ભાગીદારીના ગ્લોબલ ડાયરેક્ટર લિયો ઓલિબે બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે, ઇન્સ્ટન્ટ ગેમ્સને હવે ફેસબૂકની મુખ્ય એપ્લિકેશનમાં ખસેડવામાં આવશે, જેથી મેસેન્જરને હળવુ અને ઝડપી બનાવી શકાય.

ફેરફાર પછી ફેસબૂકની મુખ્ય એપ્લિકેશન પર હાજર ગેમિંગ ટેબને હવે ઇન્સ્ટન્ટ ગેમ્સનું નવું ઘર બનાવવામાં આવશે. કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે સ્થળાંતરની પ્રક્રિયા ધીમે ધીમે પૂર્ણ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થળાંતર દરમિયાન મેસેન્જર એપ્લિકેશન સૌથી પહેલા આઇઓએસ યૂઝર્સ માટે કામ કરવાનું બંધ કરશે.

અહેવાલ છે કે કંપની એવી યોજના બનાવી રહી છે કે સ્થળાંતર દરમિયાન વિકાસકર્તાઓ અને ખેલાડીઓ બંનેને કોઈ તકલીફ નપડે. જો પ્લેયર્સ ઇન્સ્ટન્ટ ગેમ્સ પર સક્રિય હોય ત્યારે એમે તેમને ગેમની જગ્યા બદલવા માટે સૂચનાઓ મોકલીશું. સાથે તેઓને માર્ગદર્શન આપવામાં આવશે.

ફેસબૂકે તાજેતરમાં જ એફ 8 કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે તે મેસેન્જર એપ્લિકેશનને વધુ સારી અને ઝડપી બનાવવા માટે તે અનેક જરૂરી ફેરફારો કરવા જઈ રહી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024