• ચાઈનીઝ ટેક બ્રાન્ડ રિઅલમીના અપકમિંગ સ્માર્ટફોન ‘રિઅલમી X50 પ્રો 5G’માં 90Hz રિફ્રેશ રેટવાળી AMOLED ડિસ્પ્લે મળશે. રિઅલમીના યુરોપના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર આ માહિતી શેર કરવામાં આવી છે. આ ફોનને સ્પેનમાં યોજાનારા MWC 2020 ઇવેન્ટમાં લોન્ચ કરવાનો હતો જોકે કોરોના વાઇરસને લીધે ઇવેન્ટ કેન્સલ થતા ફોનને 24 ફેબ્રુઆરીએ ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે.
  • અત્યાર સુધી 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરતી LCD AMOLED ડેવલપ ન થઈ હોવાથી ફોનમાં 90Hz રિફ્રેશ રેટવાળી AMOLED LCD ડિસ્પ્લે મળશે. ફોનમાં ડ્યુઅલ પંચ હોલ ડિસ્પ્લે મળશે. તેથી ફોનમાં 2 ફ્રન્ટકેમેરા મળશે તે વાત કન્ફર્મ છે.60 વોલ્ટ નું ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવશે. કંપનીના CEO માધવ શેઠે ટ્વિટ કરીને આ માહિતી શેર કરી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ ફોનનાં 8GB+256GB વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવી શકે છે. ફોનમાં સોનીનાં 64MP IMX686 સેન્સર સાથે ચાર રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે. સિક્યોરિટી માટે ફોનમાં સાઈડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News