રાધનપુરમાં વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમમાં કરોડોના કામનું લોકાપર્ણ કરતા મંત્રી અર્જુનસિંહ ચૌહાણ
Radhanpur : રાજ્ય સરકાર રાજ્યના સર્વાંગી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. ગરીબથી ગરીબ વ્યક્તિઓના જીવનમાં આમૂલ પરિવર્તન આવે તે માટે વિકાસલક્ષી કાર્ય રાજ્યસરકાર કરી રહી છે. રાજ્યમાં ગામ, તાલુકા અને જિલ્લામાં વિકાસલક્ષી કાર્યનુ કામ અવિરત ચાલુ રહે તેને અનુલક્ષીને વિશ્વાસ થી વિકાસ અંતર્ગત પ્રાંત કક્ષાના લોકાર્પણ કાર્યક્રમમાં આજે રાધનપુર ખાતે મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજાયેલા વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમ કોમ્યુનિટી હોલ રાધનપુર મુકામે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો. જે બાદ વિશ્વાસ થી વિકાસ યાત્રાને અનુરૂપ ફિલ્મનું ઉપસ્થિત લોકોએ નિર્દશન કર્યું હતું. મંત્રી અર્જુનસિંહ ચૌહાણના વરદ હસ્તે રાધનપુર તેમજ સાંતલપુર તાલુકાના વિવિધ વિકાસ કામોનું ઇ – લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ₹5.05 કરોડના 240 કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં શેડના કામો, પેપર બ્લોકના કામો, પીવાના પાણીના કામો, દીવાલ / વરંડાના કામો, ભૂગર્ભ ગટરના કામોનો સમાવેશ થાય છે. આ વિકાસના કામો રાધનપુર અને સાંતલપુરના વિકાસની ગતિને વધુ વેગ મળશે.
માનનીય મંત્રી અર્જુનસિંહ ચૌહાણે સભાને સંબોધતા જણાવ્યું હતું કે દરેકના સાથ સહકાર થી ગુજરાતની વિકાસ યાત્રા અવિરત ચાલી રહી છે. અમારી સરકાર દરેકની સંભાળ લેતી સરકાર છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના સાનિધ્યમાં ગુજરાત ઉત્તમ થી સર્વોતમ બની રહ્યો છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાલક્ષી કામ માટે સતત પ્રયત્નશીલ છે. આજે રામમંદિરનુ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. જે ઉપરાંત 370ની કલમ પણ દૂર થઈને એક ભારત શ્રેષ્ઠ ભારત બની રહ્યું છે. આજે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર વિકાસના કામોને વધુ વેગ આપી વિકાસને વેગવંતુ બનાવી રહી છે.
વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત રાધનપુર ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના કાર્યક્રમમાં રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખ શીતલબેન ઠાકોર, રાધનપુર નગરપાલિકા પ્રમુખ મહેશભાઇ ઠક્કર, પુર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પ્રાંત અધિકારી નિર્ભય ગોંડલીયા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
- થરામાં દાખલ થયેલા હનીટ્રેપના પાંચેય આરોપીઓ ઝડપાયા – આ રીતે ફસાવતા હતા લોકોને.
- Patan : ખલીપુર નજીક રેલવેની અડફેટે આવી જતા અજાણ્યા યુવાનનું મોત
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!