બેંકર્સ હોસ્પિટલમાં જૂન મહિનાની શરૂઆતમાં સારવાર માટે દાખલ થયેલ ઠક્કર પરિવારના વૃદ્ધનું સોમવારે મોડીરાત્રે સયાજી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
હરણી વારસિયા રિંગ રોડ પર આવેલ આશીર્વાદ સોસાયટીમાં રહેતા કૃષ્ણકાંત પુરુષોત્તમદાસ ઠક્કર (ઉં.વ.64) કિડનીની બીમારીથી પીડાતા હોઈ બેંકર્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તેમની સારવારમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોઈ તબિયત સુધારવાને બદલે વારંવાર બગડી રહી હોવાના આક્ષેપો તેમની પુત્રી ચાંદની ઠક્કર દ્વારા કરવામાં આવ્યા હતા. મોત બાદ મંગળવારે સવારથી 100થી વધુ લોકોનું ટોળું સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર ભેગું થઇ ગયું હતું આ સમય દરમિયાન ઝપાઝપી થતાં હોસ્પિટલની ફાઇલના કાગળો ફાટી ગયા હતા. મૃતકની પુત્રીઓ સાથે મળીને બેંકર્સ હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે હોબાળો કર્યો હતો. જોકે, પરિવારજનો અને લોકોના ટોળાઓએ જ્યા સુધી બેંકર્સ હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ નહિ નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી. મોડીસાંજ સુધી મૃતદેહ સ્વીકારવામાં આવ્યો ન હતો.
કૃષ્ણકાંતભાઇના મૃત્યુ પર અમને દુ:ખ છે અને તમેના પરિવાર પ્રત્યે સહાનુભૂતી છે. જે આરોપો અમારી સામે મૂકાયા છે તે મનઘંડત છે. તેઓ પાંચમીવાર હોસ્પીટલમાં દાખલ થયા હતા. હોસ્પીટલ ખરાબ હોય તો કોઇ પાંચ વાર ના આવે. બીલ માંગતા જૂઠ્ઠા આરોપો લગાવામાં આવ્યા. ડો.દર્શન બેન્કર તો પેશન્ટને ટ્રીટ કર્યા ના હોવા છતાં આક્ષેપો કરવામાં આવ્યા છે. બહારના 6 તબીબોની ટીમ બોલાવીને પણ એકઝામીન કરાવ્યું હતું.
ડો.પારૂલ બેન્કર, ડિરેકટર,બેન્કર હોસ્પીટલ
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.