રાજ્ય સરકારનું નવું જાહેરનામુઃ દિવાળીના તહેવારોમાં માત્ર આ સમયે ફટાકડા ફોડવા મંજૂરી

પોસ્ટ કેવી લાગી?

દેશ ભરમાં હાલ દિવાળી(Diwali)ના તહેવારને લઈને માહોલ જામ્યો છે. ત્યારે રાજ્ય સરકારે(State Government) એક નવું જાહેરનામુ બહાર પાડ્યું છે. રાજ્ય સરકારે બહાર પાડેલા જાહેરનામા મુજબ, દિવાળીના તહેવારો દરમિયાન રાત્રે માત્ર 2 જ કલાક ફટાકડા(Fireworks) ફોડી શકાશે. આ સિવાય ઓનલાઈન ફટાકડાના વેચાણ પર પણ પ્રતિંબંધ લગાવવામાં આવ્યો છે. દિવાળીના તહેવાર પૂર્વે જ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના હુકમ બાદ આ જાહેરનામુ બહાર પાડ્યુ છે.

બીજી તરફ, ઓનલાઈન(Online) ફટાકડાના વેચાણ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજ્યમાં દિવાળી તથા અન્ય તહેવારો દરમિયાન રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે. એટલે તમામ નાગરિકોએ આ જાહેરનામાનું પાલન કરવાનું રહેશે. બે કલાકના સમયગાળા દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. જો કે, બેસતા વર્ષે રાત્રે 11.55થી 12.30 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાને મંજૂરી આપવામાં આવી છે.

મહત્વનું છે કે, રાજ્યમાં ભારે ઘોંઘાટવાળા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. એટલું જ નહીં સરકારના જાહેરનામા મુજબ, જાહેરમાં આ ફટાકડા ફોડી શકાશે નહીં. ગ્રીન માન્યતા ધરાવતા ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે. તેના ઉત્પાદન તથા વેચાણની પરવાનગી આપવામાં આવી છે. આ સિવાયના અન્ય તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત તમામ ઈ-કોમર્સ(e-commerce) વેબસાઈટ પર ઓનલાઈન ફટાકડાના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આની સાથે ફટાકડા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા બેરિયમ પર પણ સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે.

રાજ્ય સરકારે તેના જાહેરનામામાં કહ્યું છે કે, દિવાળીના તહેવારો દરમિયાન રાત્રે 8થી 10 કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે. આ સિવાય બેસતા વર્ષની રાતે 11.55થી 12.30 સુધી જ ફટાકડા ફોડી શકાશે. જો કે, સરકાર દ્વારા દર વર્ષે દિવાળીના સમયગાળા દરમિયાન જાહેરનામુ બહાર પાડવામાં આવે છે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures