પોતાના 14 વીઘા જમીન માં ગાય આધારિત ઓર્ગેનિક પદ્ધતિ થી હળદર, ચણા, મગ, શેરડી અને સૂરજમુખીનું કર્યું વાવેતર.
પોતાના ખેતર માં ગાય આધારિતખેતી ઓર્ગેનિક ખાતર જેવું કે જીવામૃત, છાસ, દૂધ, ગોમૂત્ર ઘન અને જીવામૃત નો ઉપયોગ કરે છે.
સાત વર્ષથી કરે છે ગાય આધારિત ખેતી.
ખેડૂતે ત્રણ ગાય પણ રાખેલી છે જેમના ગોમૂત્ર છાણ નો ઉપયોગ ખેતી માં કરે છે.
પાંચ પ્રકારનું વાવેતર ઓર્ગેનિક પદ્ધતિથી કર્યું વાવેતર વર્ષે કરે છે લાખો ની કમાણી.
ખેડૂતોને જગતનો તાત કહેવામાં આવે છે કારણકે ખેડૂત પોતાના ખેતરમાં તનતોડ મહેનત કરીને ધાન્ય ઉગાડે છે પરંતુ કોઈના કોઈ રીતે કૃત્રિમ કે કુદરતી એફતોનો સામનો ખેડૂતોને કરવો પડતો હોય છે જેમકે પોતાના ખેતરોમાં વાવેલા પાકોમાં છંટકાવ માટે દવા કે પાક માટે રાસાયણિક ખાતરોના ભાવ વધારાઓ તેમજ કુદરતી આફતોમાં ચાલુ વર્ષે જેમ વાવણીના સમયે સમયસર વરસાદ ન પડવો તેમજ પાક માથે પાછોતરા વધારે અતિવૃષ્ટિ જેવા વરસાદ તેમજ કમોસમી માવઠા આવી અનેક આફતોની વચ્ચે ખેડૂતો પોતાના ખેતરમાં વાવેતર કરેલા પાક ઉછેરતો હોય છે જેમાં ક્યારેક વધુ પડતી નુકશાની વેઠવી પડતી હોય છે.
ત્યારે જેતપુર નાં અકાળા ગામના એક પ્રગતિશીલ ખેડૂત કાનજીભાઈ વણપરીયા એ પોતાના 14 વીઘા ખેતરમાં સાત વર્ષ થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એટલે કે કાનજી ભાઈ એ પોતાના 14 વિઘાના ખેતરમાં અલગ અલગ હળદર, શેરડી, સૂરજમુખી, ચણા, મગ પાંચ પાકોનું વાવેતર કર્યું છે જેમાં અલગ અલગ પાકોનું વાવેતર કર્યું છે, પ્રગતિશીલ ખેડૂત કાનજીભાઈ એ જણાવ્યું હતું કે અલગ અલગ પાકોનું વાવેતર કરવાથી ખેડૂતોને વધુ ફાયદો થાય છે અને જો કમોસમી માવઠા કે વરસાદથી કે અન્ય કોઈરીતે કોઈપણ એક પાક નિષ્ફળ જાય તો બીજા પાકમાં તેનું વળતર મળી રહે છે ,અને અલગ અલગ પાકો વાવેલા હોવાથી કોઈપણ પાકની વેચાણ ભાવ સારા પ્રમાણમાં મળતા ખેડૂતોને આવકમાં પણ વધુ લાભ થાય છે વળી નુકશાની પણ બહુ થતી નથી.
વધુમાં કાનજી ભાઈ એ જણાવ્યું હતું કે પોતે સંપૂર્ણ પણે ઓર્ગેનિક ગાય આધારિત પદ્ધતિથી વાવેતર કરેલ છે બીજું કે ઓર્ગેનિક હોવાથી પાણીનો બગાડ ઓછો થાય છે અને ઓછા પાણીએ પાક ઉછેરી શકાય છે અને જેવિક ખાતર સીધુ જ પાકના મૂળમાં મળી રહે છે તેનો સીધો ફાયદો પાકને થાય છે, પ્રગતિશીલ કાનજી ભાઈ અને તેમના પુત્ર ધનસુખ ભાઈ બન્નેએ આ ઓર્ગેનિક વાવેતર માં પાકમા નાખવા માટે પ્રાકૃતિક દેશી ખાતર પણ પોતે જાતે જ પોતાની વાડીએ બનાવે છે જેમાં ગાય નું છાણ, જીવામૃત, ગોમૂત્ર, છાસ, અમૃત દૂધ અને છાશ મિશ્રણ કરીને બનાવે છે અને પોતાના પાક ને છાંટે છે જેથી જમીન ફળદ્રુપ બંને છે અને પાક મબલખ થાય છે અને પાકને રક્ષણ મળે છે તેમજ આ દેશી ખાતર થી પાકના મૂળથી જ મજબૂત અને પોષણ યુક્ત બને છે.
કાનજી ભાઈ પોતાના ખેતર માં હળદળ નું વધારે વાવેતર કરે છે અને પોતે વાવેલ હળદળ ને પોતે જાતેજ ખેતર માં સુકવી અને પોતે જ ખેતરમાજ મશીન થી બટેટા જેવી વેફર પાડી તેમની હળદળ બનાવી અને તેમનું પેકિંગ કરિ 300 રૂપિયા કિલો વેચે છે અને બધીજ હળદળ ત્યાં ને ત્યાં વેચાઈ જાય છે અને પોતે ચાર વીઘા માં ફક્ત હળદળ નું વાવેતર કરિ વર્ષે વીઘે એક લાખ ની ફક્ત હળદળ માંથી કમાણી કરેછે અન્ય વાવેલ પાક માંથી પણ કાનજી ભાઈ વર્ષે મખલબ આવક મેળવે છે
કાનજી ભાઈ ની આ કુનેહ ભરી પાંચ પ્રકાર ની ખેતી જોવા માટે દૂર દૂર થી ખેડૂત આવે છે અને કાનજી ભાઈ પાસેથી માર્ગદર્શન મેળવે છે અને પોતે ઓર્ગેનિક ખેતી તરફ વળે છે.
કાનજી ભાઈ નાં જણાવ્યા અનુસાર સરકાર અત્યારે ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી માં જોર આપે છે અને સરકાર દ્વારા એક ગાય દીઠ 900 રૂપિયા માસિક નિભાવ ખર્ચ પણ આપે છે મને સરકાર દ્વારા હળદળ બનાવવા નાં મશીન પેટે એક લાખ ની સહાય આપેલ અને બધા ખેડૂતોએ મોંઘા રાસાયણિક ખાતરવાળી ખેતી મૂકી ઓર્ગેનિક ખેતી તરફ વળવું જોઈએ જેથી આપણી જમીન ફળદ્રુપ રહે અને રાસાયણિક મુક્ત ચોખ્ખો ખોરાક મળે તેવું જણાવેલ.