Farmers
નવા કૃષિ બિલને લઈને ધરણા કરી રહેલા ખેડૂતો (Farmers) આંદોલનનો આજે 17મો દિવસ છે. આંદોલન હેઠળ કિસાનોએ હરિયાણામાં ઘણા ટોલ પ્લાઝાને ફ્રી કરાવી દીધા છે. કિસાનોનું કહેવું છે કે દિલ્હી-જયપુર અને દિલ્હી-આગ્રા હાઈવે પણ જામ કરશે. પંજાબના હજારો લોકો દિલ્હી આવી રહ્યાં છે.
દિલ્હીની સિંધુ, ઔચંદી, પ્યાઉ-મનિયારી બોર્ડર બંધ છે. ટ્રેનની અવર જવર પર પણ અસર પડી છે. ઘણી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
આંદોલનકારી કિસાનોએ સોનીપતમાં નેશનલ હાઈવે પર મુરથલ ટોલ ફ્રી કરાવ્યો. મથુરા અને લખનઉમાં ટોલ પ્લાઝા પર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત છે. ગ્રેટર નોઇડા, આગ્રા, મુજફ્ફરનગરમાં ટોલ આપ્યા વગર વાહન પસાર થઈ રહ્યાં છે.
આ પણ જુઓ : રાજ્ય સરકારે લગ્ન સમારંભ માટે વધુ એક નવો નિયમ લાગુ કર્યો
કિસાન સંગઠન કૃષિ કાયદો પરત લેવા પર અડિગ છે. કિસાન નેતા રાકેશ ટિકૈતે કહ્યુ- નવું બિલ બધા મળીને બનાવશું. વાતચીતની સાથે આંદોલન યથાવત રહેશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.