• બે યુગોના પ્રેમના અંતરને સમજાવી શકી નહીં.
  • પ્રેમ તથા રોમાન્સની વાર્તાઓ હંમેશાંથી સદાબહાર રહી છે. પછી ભલેને તે કોઈ પણ પ્લેટફોર્મ પર બતાવવામાં આવે કે સંભળાવવામાં આવે, દર્શકો પ્રેમથી આ જોતા કે સાંભળતા હોય છે. વેલેન્ટાઈન ડે જેવા ખાસ પ્રસંગે લવસ્ટોરી સ્પેશિયલ બની જાય છે. વેલેન્ટાઈન ડે પર ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી ‘લવ આજ કલ’ લઈને આવ્યા છે.
  • ફિલ્મની સ્ટોરી પ્રમાણે, ઝોઈ (સારા અલી ખાન) આજના સમયની મોર્ડનની યુવતી છે. તેની પ્રાથમિકતા કરિયર છે. તેના માટે છોકરાઓ સાથે મિત્રતા કરવી અને પ્રેમ-રોમાન્સ ટાઈમ પાસ છે. ઝોઈની મુલાકાત પ્રોગ્રામિંગ એન્જિનિયર વીર (કાર્તિક આર્યન) સાથે થાય છે. પહેલાં પ્રેમ તરીકે વીર પોતાના જીવનમાં ઝોઈને સ્પેશિયલ માને છે. જોકે, વીર તેને સ્પેશિયલ ગણાવીને તેની સાથે સંબંધો બાંધવાનો ઈનકાર કરે છે, આ વાત ઝોઈને પસંદ આવતી નથી અને તે સંબંધો તોડી નાખે છે. આમ છતાંય વીર સતત ઝોઈનો પીછો કરે છે. ઝોઈ જ્યાં કામ કરે છે, ત્યાં તે કામ કરવા લાગે છે. ઝોઈના બોસ રઘુ હોય છે. રઘુ પોતાની લવ સ્ટોરી સંભળાવીને ઝોઈને એ વાતનો અહેસાસ કરાવવા માગે છે કે તેના માટે વીર ખાસ છે. આ બધાની વચ્ચે 1990ના સમયગાળાની લવસ્ટોરી પણ ચાલે છે. એક સાથે ચાલતી બે વાર્તાને દર્શકો સમજી શકતા નથી. આ સાથે જ તે મોટું કન્ફ્યૂઝન ક્રિએટ કરે છે.
  • ફિલ્મમાં કાર્તિક તથા સારાની વચ્ચે લવ મેકિંગ તથા કિસિંગ સીનથી લઈને એ બધું જ છે, જેને જોઈને દર્શકો થિયેટર સુધી આવે. જોકે, બે ટાઈમઝોનમાં ચાલતી વાર્તા અને નબળી પટકથાને કારણે આજ તથા કાલના પ્રેમ વચ્ચેનું અંતર સમજવું મુશ્કેલ છે. આ જ કારણ છે કે આ ફિલ્મ કંટાળાજનક લાગે છે. જે રિયલથી લઈ રીલ લાઈફમાં પણ જોવા મળે છે. જો આ ભેદને પણ સારી રીતે બતાવવામાં આવ્યો હોત ફિલ્મમાં ચાર ચાંદ લાગી જાત. ગીતોની વાત કરવામાં આવે તો સારા શબ્દો હોવા છતાંય ફિલ્મમાં કોઈ કનેક્શન જોડતા નથી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024