દિલ્હી આગ : મુખ્ય દરવાજાનું શટર બંધ હતું, એક જ ગામના 30 લોકો નીંદર માણી રહ્યા હતા

PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ, કેજરીવાલ સરકારે કહ્યું- દોષિતોને છોડશે નહીં

કેજરીવાલ સરકારે અગ્નિકાંડ મામલે તપાસ રિપોર્ટ સાત દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ કર્યો છે

 • ફાયર વિભાગના જણાવ્યા મુજબ, આગ સવારે 5.22 વાગે લાગી હતી
 • ઘટનાસ્થળ પર હાલ 30 ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી, બચાવ અને રાહતકાર્ય ચાલુ
 • આગ લાગી ત્યારે 59 લોકો અંદર હતા, તેમા મોટા ભાગના મજૂરો હતા.
 • રાજધાનીદિલ્હી ના રાણી ઝાંસી રોડ વિસ્તારના અનાજ માર્કેટમાં આવેલી એક ફેક્ટરીમાં રવિવારે સવારે આગ લાગી હતી. આગમાં 44 લોકોના મૃત્યુ થયા હતા. એલએનજેપી હોસ્પિટલના ડાયરેક્ટર કિશોર સિંહે જણાવ્યું કે મોટા ભાગના મોત શ્વાસ રૂંધાવવાને કારણે થયા છે.
 • હોસ્પિટલમાં અન્ય દર્દીઓ માટે ઈમરજન્સી સેવાઓ બંધ કરવામાં આવી છે. ફાયર વિભાગના પ્રમુખ અતુલ ગર્ગના જણાવ્યા મુજબ, આગ લાગી હોવાની માહિતી સવારે 5.22 કલાકે મળી. બાદમાં ફાયર વિભાગની 30 ગાડીઓને સ્થળ પર મોકલવામાં આવી હતી.
 • ફેક્ટરી એક મકાનમાં ચાલી રહી હતી, જેમાં 59 લોકો સૂઈ રહ્યાં હતા. જેમાં મોટા ભાગના બિહરના મજૂર હતા. ઉલ્લેખનીય છે કે 13 જૂન 1997ના રોજ દિલ્હીની ઉપહાર સિનેમામાં આગ લાગી હતી. તેમાં 59 લોકોના મૃત્યુ થયા હતા.
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર સંવેદન વ્યક્ત કરતાં ટ્વિટ કર્યુ કે, રાણી ઝાંસી રોડ સ્થિત અનાજ માર્કેટમાં લાગેલી આગ ખૂબ ભીષણ છે.
 • મારી સંવેદના તે લોકોની સાથે છે, જેઓએ પોતાના પ્રિયજનોને ગુમાવી દીધા. હું ઘાયલોને વહેલી તકે સ્વસ્થ થવાની કામના કરું છે.
 • પીએમ મોદીએ કહ્યુ કે, પ્રભાવિતોને શક્ય તમામ સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે.
 • બીજી તરફ, ગૃહમંત્રી અમિત શાહે પણ પીડિત પરિવારો પ્રતિ દુ:ખ પ્રગટ કર્યું છે. તેઓએ સંબંધિત વિભાગથી ઘાયલોને શક્ય તમામ મદદ આપવાનું આશ્વાસન આપ્યું છે.

 • ઉપમુખ્ય અગ્નિશામક અધિકારી સુનીલ ચૌધરીએ જણાવ્યું કે, રાની ઝાંસી રોડ સ્થિત અનાજ માર્કેટમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
 • અગ્નિશામક ટીમની 30 ગાડીઓની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે.
 • સુનીલ ચૌધરીએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવ્યા બાદ લોકોને રેસ્ક્યૂ કરવાનું ઓપરેશન ચાલી રહ્યું છે.
 • બીજી તરફ, મુખ્ય અગ્નિશામક અધિકારી અતુલ ગર્ગએ જણાવ્યું કે, આગની ઝપટમાં આવેલા 50થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.