પાટણ ખાતે વર્લ્ડ હેરીટેજ રાણીની વાવ ઉત્સવના આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજાઇ.

પોસ્ટ કેવી લાગી?

રાજય સરકાર દ્વારા ઉત્સવોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તે અંતર્ગત પાટણ ખાતે વર્લ્ડ હેરીટેજ રાણીની વાવ ઉત્સવના આયોજન અંગેની જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી.

શિલ્પકળાના બેનમુન સ્થાપત્ય સમી રાણકી વાવને વિશ્વ ધરોહરમાં સ્થાન પ્રાપ્ત થયું છે ત્યારે તેના ગૌરવગાન માટે આગામી તારીખ ૧૬ અને ૧૭ ડીસેમ્બરે રાણકી વાવ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. પાટણ ખાતે કનસડા દરવાજા નજીક શેઠ એમ.એન.હાઈસ્કુલ ખાતે યોજાનારા બે દિવસીય મહોત્સવમાં સુપ્રસિદ્ધ કલાકારો ઉપસ્થિત રહેશે.

ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નબદ્ધ છે. સરકારશ્રી દ્વારા મહેસાણા જીલ્લા ખાતે આયોજીત તાના-રીરી મહોત્સવની જેમ પાટણ ખાતે વિશ્વપ્રસિદ્ધ વર્લ્ડ હેરીટેજ રાણકી વાવની મહિમા ઉજાગર કરવા રાણીની વાવ ઉત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે. આગામી ૧૬ ડીસેમ્બરના રોજ પાટણ ખાતે રાણીની વાવ નજીક શેઠ એમ.એન.હાઈસ્કુલ ખાતે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતીમાં મહોત્સવનો ઉદ્દઘાટન સમારોહ યોજવામાં આવશે. તથા મહોત્સવ દરમ્યાન રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રમ અને રોજગાર, યાત્રાધામ વિકાસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર, પ્રભારીમંત્રીશ્રી વાસણભાઇ આહીર સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી આયોજીત સૂર અને સંગીતના આ દ્વિદિવસીય મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત કલાકારો ઉપસ્થિત રહેશે. આગામી તા.૧૬ ડીસેમ્બરના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં સુપ્રસિદ્ધ ગાયકશ્રી હરીહરન અને શાસ્ત્રીય સંગીતના સાધક સુશ્રી સાધના સરગમ તા.૧૭ ડીસેમ્બરના રોજ શ્રી જીગ્નેશ કવિરાજ તથા સુશ્રી ગીતાબેન રબારી તથા ગુજરાતી લોકકલાના જાણીતા પદ્મશ્રી કલાકારશ્રી ભીખુદાન ગઢવી તથા શ્રી બિહારી હેમુ ગઢવી વિવિધ કાર્યક્રમો રજૂ કરશે.

રાણકી વાવ ઉત્સવની ઉજવણીના આયોજનના ભાગરૂપે નિવાસી અધિક કલેકટરશ્રી મુકેશભાઇ પરમારે કાર્યક્રમની વિગતવાર રૂપરેખા રજૂ કરી હતી. જે અંગે લાઈટીંગ, ડેકોરેશન, પાર્કીંગ, સ્વચ્છતા સહિતની આનુષંગીક વ્યવસ્થાઓનું માઈક્રો પ્લાનિંગની સમિક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી બટુકભાઈ ત્રિવેદી, જિલ્લા રમતગમત અધિકારીશ્રી વિરેન્દ્રભાઈ પટેલ, પોલીસ વિભાગ તથા સંલગ્ન વિભાગના અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures