જગતપુર પાસે આવેલા ગણેશ જીનેસિસ ફ્લેટના છઠ્ઠા માળના એક ઘરમાં એસીનું કમ્પ્રેશર ફાટતા આગ લાગી છે. ત્યાર બાદ આ આગની અસર 5, 7 અને 9માં માળ પર થઈ હતી. જેથી આ ત્રણેય માળ પર રહેતા લોકોને આગની અસર થઈ હતી. હાલ આગ કાબૂમાં આવી ગઈ છે. તેમજ કૂલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. બચાવ કામગીરી દરમિયાન ટેકનિકલ ખામી થતા ફાયરનું સ્નોરેકલ બંધ થઈ ગયું હતું. ત્યાર બાદ સ્નોરેકલ ચાલુ કરવા માટે ચાર વાર પ્રયત્નો કર્યા હોવા છતાં સ્નોરેકલ ચાલુ થયું નહોતું. જેને પગલે લોકોને જીવના જોખમે નીચે ઉતારવામાં આવ્યા .
ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુર મુજબ, નવમા માળે બે લોકો ફસાયા છે. આ બન્ને લોકો ઓવર વેઇટ હોવાથી તેમને હવે નીચે ઉતારવામાં આવશે.સાત લોકોને ફાયરે વિભાગે રેસ્કયુ કર્યા છે.
આગ લાગતા 10 ફાયર બ્રિગેડની ગાડીઓ અને સ્નોરકલ ઘટના સ્થળે પહોંચ્યા હતા છે. એક ઈજાગ્રસ્ત યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. આ યુવકની હાલત ગંભીર હોવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સિવાય બીજા 15 જેટલા લોકોને પણ બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે ત્રણ લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ આગને પગલે તેમજ ચીફ ફાયર ઓફિસર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન ફ્લેટના રહીશોએ ફાયર કર્મીઓ સાથે મારામારી કરી હતી અને પોલીસ રહીશોની ભીડને કાબુમાં કરી શકતી નહોતી. જેને પગલે રેસ્કયુ કામગીરીમાં અડચણ ઉભી થઈ હતી.