Uttar Pradesh
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના જાલોનમાં એક ગેંગરેપની ઘટના સામે આવી છે. પોતાના ઘર પાસે રમતી પાંચ વર્ષની એક બાળકીને ઉપાડી જઇને એના પર ગેંગરેપ કરાયો હોવાની ચોંકાવનારી ઘટના બની હતી.
પોલીસે કહ્યું કે બાળકીને ગંભીર સ્થિતિમાં ઝાંસી મેડિકલ કૉલેજને રિફર કરવામાં આવી છે. ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. બાળકી હોશમાં ન હોવાથી ગુનો કરનારા કોણ હતા એની માહિતી મળી નથી.
આ પણ જુઓ : પાટણ: આજથી વેક્સિનેશન માટે કર્મચારીઓની ટીમો સર્વે કરશે
આ બાળકી દલિત પરિવારની છે. પોલીસે હાલ વધુ કંઇ કહેવાનો ઇનકાર કર્યો હતો. ફક્ત એટલું કહ્યું હતું કે તપાસ ચાલુ હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.