ફાઇલ તસવીર
  • આસામ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં સતત વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
  • રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો હોવાથી આસામના સાત જિલ્લાઓમાં પૂરથી લગભગ બે લાખ લોકોને ભારે મુસીબત નો સામનો કરવો પડે છે.
  • મેઘાલય અને અરુણાચલ પ્રદેશ ને પણ આ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે.
  • રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ના જણાવ્યા મુજબ , ધેમજી, લખિમપુર, દરંગ, નલબારી, ગોલપરા, ડિબ્રુગઢ અને ટીનસુકિયાના 17 મહેસૂલ વિસ્તારોના 229 ગામો પૂરગ્રસ્ત થયા છે તો કુલ 1,94,916 લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે.
  • તેમાંથી 9,000 લોકોએ ધેમાજી, લખીમપુર, ગોલપારા અને ટીનસુકિયા જિલ્લામાં સ્થાપિત કરેલા 35 રાહત શિબિરોમાં આશરો આપવામાં આવ્યો છે.
  • કુદરતના કહેરથી દેશના આ 3 રાજ્યોમાં વિનાશક પૂરથી લોકોની હાલાત ગંભીર.
  • એએસડીએમએએ જણાવ્યું હતું કે પૂરના કારણે લગભગ 1,007 હેક્ટર પાક વિસ્તાર અને આશરે 16,500 ઘરેલું પશુઓ અને મરઘાઓને અસર થઈ છે.
  • રાજ્યની મોટાભાગના વિસ્તાર અનુક્રમે સોનીતપુર અને નેમાતીઘાટ (જોરહાટ) જિલ્લામાં જિયા ભરાલી અને બ્રહ્મપુત્રા નદીના ઉપરના જોખમ ચિહ્ન સપાટી થી ઉપર પહોંચી ગયા છે.



  • અરૂણાચલ પ્રદેશના દિબાંગ વેલી જિલ્લાના આરજુ ગામમાં ભૂસ્ખલનથી એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત નીપજ્યા હતા.
  • છેલ્લા કેટલાક દિવસોમાં અવિરત વરસાદથી રાજ્યના મોટા ભાગોમાં અસર થઈ છે.
  • અરુણાચલ પ્રદેશના ચીફ મિનિસ્ટર પેમા ખાંડુએ મૃતકના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાયક રકમની જાહેરાત કરી હતી.
  • ચીફ મિનિસ્ટર એ જિલ્લા અધિકારીઓને લોકોને પૂર અને ભૂસ્ખલનથી બચાવવા સલામત વિસ્તારોમાં લઈ જવા માટે આદેશ આપ્યો હતો.
  • ભારતના હવામાન વિભાગ (આઇએમડી) એ આગાહી કરી છે કે આગામી કેટલાક દિવસોમાં આ ત્રણેય રાજ્યોની સ્થિતિ વધું ગંભીર થવાની શક્યતા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024