હવામાન વિભાગ દ્વારા સમગ્ર ઉત્તર ગુજરાત સહિત પાટણ પંથકમાં આગામી દિવસોમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે. જેને પગલે નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજય ગાંધીનગર ની અધિસૂચના થી રાજયના વિવિધ વિસ્તારોમાં 30 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદ ( માવઠુ ) થવાની સંભાવના હોઇ ખેડુતોના ખેત ઉત્પાદનને વરસાદથી નુકશાન ન થાય તે માટે કાળજી પુર્વકનું આયોજન કરવા તથા બજાર સમિતિમાં વેચાણ માટે આવતા ખેડૂતો તથા વેપારીઓના ખેત ઉત્પાદીત માલને નુકશાન ન થાય તેવી રીતે ઢાંકીને સુરક્ષીત જગ્યાએ રાખવા અપીલ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
આગામી દિવસોમાં કમોસમી વરસાદ ની આગાહી ને ધ્યાનમાં રાખીને તા .૦૧ / ૧૨ / ૨૦૨૧ થી તા ૦૨ / ૧૨ / ૨૦૨૧ સુધી પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા કપાસની હરાજી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તા .૦૩ / ૧૨ / ૨૦૨૧ ને શુક્રવારના દીવસથી કપાસની હરાજી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે સાથે સાથે અન્ય જણશી ( ખેત પેદાશ ) ની હરાજી રાબેતા મુજબ ચાલુ રહેશે તેવું માર્કેટયાર્ડના સેક્રેટરી દ્વારા જણાવાયું છે.