- ઉદયપુર- રાજસ્થાન / અભ્યાસ કરતાં ફૂટબોલને લીધે વધુ નોકરી મળે છે, અહીં લોકો ફૂટબોલને પૂજે છેરાજસ્થાનમાં ઉદયપુરનું ફૂટબોલ વિલેજ જાવર માઇન્સ.
- અહીં દેશની સૌથી મોટી ઝીંકની ખાણો છે પરંતુ દેશમાં આ આદિવાસી ગામની ઓળખ અહીંની અનોખી મોહનકુમાર મંગલમ ફૂટબોલ ટૂર્નામેન્ટને કારણે છે. જેને ઝીંક ખાણોના મજૂર છેલ્લાં 42 વર્ષથી યોજી રહ્યા છે.
- અહીં અભ્યાસ કરતાં વધુ ફૂટબોલ રમી લોકોને નોકરી મળે છે. અહીંના 100 વધારે લોકો એવા છે જેમણે અહીં ફૂટબોલ રમી નોકરી મેળવી છે. અહીં ફૂટબોલને લોકો પૂજે છે.
- જાવરમાં 200 ઘર, 30 ગામના હજારો લોકો મેચ જોવા આવે છે જાવર ગામમાં 200 ઘર છે પરંતુ ફૂટબોલ મેચ જોવા માટે 30થી વધુ ગામોના હજારો લોકો આવે છે. સ્ટેડિયમ ભરાઇ જતાં આસપાસના પહાડો પર લોકો બેસે છે.
- સ્ટેડિયમમાં પુરુષો કરતાં મહિલાઓ -બાળકો વધુ આવે છે. સ્ટેડિયમમાં પુરુષો કરતાં મહિલાઓ અને બાળકો વધુ આવે છે. મેચ દરમિયાન મહિલાઓ દરેક કિક પર ખેલાડીઓનો ઉત્સાહ વધારે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News