BJP corporators
રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર (BJP corporators) રાત્રિ કરફ્યૂ દરમિયાન હથિયારો સાથે ઝડપાયા છે. રાજકોટના એરપોર્ટ ફાટક પાસે ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજય ઘવા ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપાયા છે.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં રાત્રિ કરફ્યૂનો ચાલી રહ્યો છે. આ દરમિયાન રાત્રિ કરફ્યૂમાં પોલીસે ચેકિંગ દરમિયાન ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજય ઘવાને હથિયારો સાથે ઝડપ્યા છે. સંજય ઘવાની દેશી બનાવટની પિસ્તોલ અને 5 કાર્ટિઝ સાથે પોલીસે ધરપકડ કરી છે. સંજય ઘવાની વોક્સ વેગન કાર નંબર જી.જે.૦૩ કે.એચ. 5062 ના ડેસ્કબોર્ડના ખાનામાંથી કોઇપણ જાતના લાયસન્સ કે આધાર વગર દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી. જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ તથા 5 કાર્ટિઝ કિંમત રૂપિયા ૫૦૦ છે.
આ પણ જુઓ : સુરતની વિદ્યાર્થીનીએ ઓનલાઈન શિક્ષણમાં તણાવ અનુભવતા કરી આત્મહત્યા
પ્રદ્યુમનનગર પોલીસે આર્મ્સ એક્ટ કલમ ૨૫ (૧-બી)–એ તથા આઇ.પી.સી. કલમ-૧૮૮ મુજબ સંજય ઘવા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.