Former President

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ (Former President) પ્રણવ મુખર્જી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. પ્રણવ મુખર્જીએ પોતે ટ્વીટ કરીને દેશવાસીઓને આ જાણકારી આપી હતી. તો તેમને તેમના સંપર્કમાં આવેલા દરેક લોકોને કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે.

84 વર્ષીય પ્રણવ મુખર્જી પૂર્વ રાષ્ટ્રપતિ (Former President) છે. તેમને વર્ષ 2012 થી 2017 સુધી ભારતના 13મા રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો હતો. આ પહેલા તે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં સામેલ હતા.

પૂર્વ રાષ્ટ્રપતિ (Former President) પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરતાં લખ્યું કે, હોસ્પિટલમાં એક પ્રોસિજર દરમિયાન હું કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. ગત અઠવાડિયે મારા સંપર્કમાં આવેલાં લોકોને હું વિનંતી કરું છું. કે તેઓ સેલ્ફ આઈસોલેશનમાં જતાં રહે અને પોતાનો કોરોનાનો રિપોર્ટ કરાવી લે. 

પ્રણવ મુખર્જીને ભારતના ગણમાન્ય નેતાઓમાં સ્થાન મળેલુ છે. તેમને પોતાની કેરિયરમાં સારા કામો માટે એવોર્ડ પણ મળી ચૂક્યા છે. તેમજ પ્રણવ મુખર્જીને ભારત રત્ન અને પદ્મ વિભૂષણ જેવા નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, હાલમાં હાઈ પ્રોફાઈલ લોકો પણ કોરોનાના સંક્રમણનો શિકાર બની રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેઓને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલ સહિત અન્ય મંત્રીઓ પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. 

  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024