Jaswant Singh
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ દિગ્ગજ નેતા જશવંત સિંહ (Jaswant Singh)નું નિધન થયુ છે. જશવંત સિંહ 1960માં સેનામાં મેજરના પદ પરથી રાજીનામુ આપીને રાજકારણના આવ્યા હતા. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી રાજગ સરકારમાં તે પોતાના કરિયરના ઉચ્ચ સ્થાને હતા. 1998થી 2004 સુધી રાજગના શાસનકાળમાં જશવંત સિંહે નાણાં, રક્ષા અને વિદેશ મંત્રાલયનું નેતૃત્વ કર્યુ.
તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુ:ખ વ્યક્ત કરતા ટ્વીટ કરીને કહ્યુ કે જશવંત સિંહને તેમની બૌદ્ધિક ક્ષમતાઓ અને દેશની સેવા માટે યાદ કરવામાં આવશે. તેમણે રાજસ્થાનમાં ભાજપને મજબૂત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ દુ:ખના સમયમાં તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના.
આ પણ જુઓ : WHO એ આપી ચેતવણી, ફરી ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ
PM Narendra Modi condoles death of former Union Minister Jaswant Singh.
— ANI (@ANI) September 27, 2020
“Jaswant Singh Ji served our nation diligently, first as a soldier and later during his long association with politics”, tweets PM Modi. pic.twitter.com/2Rli2r1yHm
1999માં એર ઈન્ડિયાના અપહરણ વિમાનના મુસાફરોને છોડાવવા માટે આતંકવાદીઓ રિપીટ આતંકવાદીઓ સાથે કંધાર જવા મામલે તેમની ઘણી ટીકા થઈ. 2009 સુધી રાજ્યસભામાં વિપક્ષના નેતા રહ્યા અને ગોરખાલેન્ડ માટે સંઘર્ષ કરનારા સ્થાનિક દળની રજૂઆત પર દાર્જિલિંગથી ચૂંટણી જીત મેળવી હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.