પાટણ શહેર નાં જુદા જુદા પાંચ સ્થળો ઉપર ઉપરોક્ત સુવિધા ઉભી કરવામાં આવી..
પાટણ આવતાં ઉમેદવારો એ એક દિવસ અગાઉ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે..
પોલીસ ભરતી માટે પાટણ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત શારિરીક ક્ષમતા કસોટી ની પરિક્ષા માટે આવેલ ઉમેદવારો માટે પાટણ જિલ્લા પોલીસ તરફથી રહેવાની તથા જમવાની વ્યવસ્થા વિનામૂલ્યે ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
પાટણ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ ભરતી માટે શારિરીક ક્ષમતા કસોટી ની પરીક્ષા આપવા માટે આવતા ઉમેદવારો માટે શહેર ની કામરાન હોસ્ટેલ ટીબી ત્રણ રસ્તા નજીક, ઠાકોર સમાજ સદારામ લાઈબ્રેરી સિધ્ધપુર ચાર રસ્તા,હોટલ સ્ટે ઈન હારીજ ત્રણ રસ્તા સુદામા ચોકડી,બી ડિવિઝન પોલીસ સ્ટેશન કન્વેન્શન હોલ અને દાનસિહ છાત્રાલય વાળીનાથ ચોક ખાતે રહેવા જમવાની વિનામુલ્યે વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ સુવિધાનો લાભ લેવા ઈચ્છતા ઉમેદવારો એ એક દિવસ અગાઉ થી જાહેર કરવામાં આવેલ વોટ્સેપ નંબર 6359629112 ઉપર જાણ કરવા અથવા વધુ માહિતી માટે પોલીસ કંટ્રોલ રૂમ નાં ફોન નંબર 02766 230502 ઉપર સંપર્ક કરવા પોલીસ વિભાગ ના સૂત્રોએ જણાવ્યું છે.