વાયડ પ્રાથમિક શાળામાં ૪૭૫ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવી
આજરોજ વાયડ પ્રાથમિક શાળામાં શ્રી વાયડા વણિક વાયડ સંસ્થા તથા શ્રી જેઠાલાલ અ.પરીખ ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા વાયડ પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા ૪૭૫ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સ્કૂલ બેગ વિતરણ કાર્યક્રમ માનનીય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેન્દ્રભાઈ મકવાણાની અધ્યક્ષતામા યોજાયો હતો. બાળકોને આશરે ૧ લાખ ૩૦ હજાર રકમની સ્કુલ બેગ રમેન્દ્રભાઇ પરીખ પ્રમુખ વાયડા વણિક વાયડ સંસ્થા તથા ટ્રસ્ટીઓ અને શ્રી જેઠાલાલ અ.પરીખ ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા અર્પણ કરાઈ હતી તથા બંદિશભાઈ શાહ વડોદરા તરફથી કલરના ૫૦ બોક્સ અને ચોકલેટ વિતરણ કરવામાં આવી હતી.
આવતા વર્ષે ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા બાળકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસ લઈ જવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.આ પ્રસંગે બંને સંસ્થાઓને શાળા પરિવાર તરફથી સન્માનપત્ર અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું તથા પધારેલ મહેમાનોનું પણ સન્માન કરવામા આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વાયડા વણિક વાયડ સંસ્થાના પ્રમુખ રમેન્દ્રભાઈ પરીખ, સુનીલભાઈ શાહ, શશાંકભાઈ શાહ, બંદીશભાઈ શાહ, અજયભાઈ પરીખ મંત્રી, ગીતાબેન પરીખ, કેવળભાઈ પરીખ, કિન્નરીબેન પરીખ, બીટ કેળવણી નિરીક્ષક રમેશભાઈ દેસાઈ તથા ગામના સરપંચ અદેસિહ, તાલુકા પંચાયત સદસ્ય માડણજી, પૂર્વ સરપંચ વિષ્ણુભાઈ દેસાઈ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય કમલેશભાઈ, એસએમસી અધ્યક્ષ વિષ્ણુભાઈ, શાળાના આચાર્ય દિપેનભાઇ તથા સમસ્ત શિક્ષક પરિવાર હાજર રહ્યા હતા. દાતાઓના કામને ગામ અને શાળા તરફથી બિરદાવવામાં પણ આવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બાબુભાઇ દેસાઇ વાયડ દ્વારા કરવામાં આવ્યું હતુ.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ