શાકભાજી, ફળ-ફળાદિના નાના વેચાણકારો વિનામૂલ્યે છત્રી મેળવવા ઓનલાઈન અરજી કરી શકાશે
આઈ-ખેડૂત પોર્ટલ પર આગામી ૧૫ ઓગષ્ટ સુધી અરજી કરી શકાશે
વર્ષ ૨૦૨૦-૨૧ માટે બાગાયત ખાતાની ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી આપવા બાબતની સહાય યોજનાનો લાભ લેવા માટે તા.૧૨-૦૭-૨૦૨૦ થી તા.૧૫-૦૮-૨૦૨૦ સુધી આઈ-ખેડૂત પોર્ટલ (http://ikhedut.gujarat.gov.in) પર ઓનલાઈન અરજી માટે ખુલ્લુ મુકવામા આવેલ છે.
આ યોજના હેઠળ (એટલે કે રેશનકાર્ડ) પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે.
જેથી ફળ, શાકભાજી ફુલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનુ રોડ સાઈડ વેચાણ કરતા, હાટ બજારમાં વેચાણ કરતા કે, લારીવાળા, ફેરિયાઓ, આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કર્યા બાદ પોતાના રેશનકાર્ડ અને આધારકાર્ડ અને સંબંધિત ગ્રામ સેવકનો ફળ, શાકભાજી, ફુલપાકો, તથા નાશવંત કૃષિ પેદાશોનુ છુટક વેચાણ કરતા હોવા અંગેનો દાખલો સહિતની અરજી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૩૩૫-૩૬, તિરૂપતિ માર્કેટ, બગવાડા દરવાજા પાસે, પાટણ ( ફોન નં- ૦૨૭૬૬-૨૩૦૨૪૫) ખાતે રજૂ કરાવવાની રહેશે.
તેમ નાયબ બાગાયત નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.