Reliance AGM

  • દેશની સૌથી મોટી કંપની Reliance (રિલાયન્સ) ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આજે કહ્યુ કે, ગૂગલને જીયો પ્લેટફોર્મ્સમાં સ્ટ્રેટેજિક પાર્ટનર બનાવવામાં આવ્યું છે.
  • ગૂગલ જીયો પ્લેટફોર્મ્સમાં 33737 કરોડ રૂપિયાનું રોકાણ કરીને 7.7 ટકા ભાગીદારી ખરીદશે.
  • રિલાયન્સની 43મી Relinance AGM ને ઓનલાઇન સંબોધિત કરતા તેમણે  ગૂગલની સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની જાહેરાત કરી હતી.
  • આ રીતે અત્યાર સુધી 14 કંપનીઓ જીયોમાં રોકાણ કરી ચુકી છે. 
  • માર્કેટ કેપના આધારે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 43મી એન્યુઅલ મીટિંગ (AGM) Relinance AGM શરૂ થઈ ચૂકી છે.
  • આ મીટિંગને સંબોધિત કરતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરી.
  • તેમણે કહ્યું કે ગૂગલ કંપનીમાં 33 હજાર 737 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
  • અંબાણીએ કોરોનાને ઈતિહાસનું સૌથી મોટુ સંકટ જણાવતા આશા વ્યક્ત કરી કે ભારત અને વિશ્વ જલદી તેમાંથી બહાર નિકળવામાં સફળ રહેશે.
  • તેમણે કહ્યું કે, 50 લાખ યૂઝરોએ જીયોમીટને ડાઉનલોડ કર્યું છે.
  • તેને જીયોની યુવા ટીમે હાલમાં વિકસિત કર્યું છે. તેમણે કહ્યું કે, જીયોએ ઘરેલૂ ટેકનિકથી 5જી સોલ્યૂશન વિકસિત કર્યું છે અને બીજા દેશોમાં તેની નિકાસ કરી છે.
  • અંબાણીએ તેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સમર્પિત કર્યું છે.
  • તેમણે કહ્યું કે, જીયો ફાઇબરથી 10 લાખ કરતા વધુ ઘરો જોડાઇ ગયા છે.
  • તેમણે કહ્યું કે, કંપની માટે નાણા ભેગા કરવાનું લક્ષ્ય હાસિલ થઈ ગયું છે.
  • કંપનીએ જીયો, રાઇટ્સ ઇશ્યૂ અને બીપીથી 212809 કરોડ રૂપિયા કમાયા છે. 
  • આ સિવાય તેમણે કહ્યું કે અમે ઘરેલું સ્તરે વિકસિત 5જી સોલ્યુશન ટ્રાયલ માટે તૈયાર છીએ.
  • આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના અભિયાનને સમર્પિત હશે.
  • રિલાયન્સની આજની AGM (Reliance AGM) માં નવા ઇનોવેશન જિયો ગ્લાસનું લોન્ચિંગ કરવામાં આવ્યું.
  • આને ફોન સાથે કનેક્ટક કરી ઇન્ટરનેટથી જોડી શકાય છે. આ એક ચશ્મા છે.
  • રિલાયન્સના આ પ્રોડક્ટમાં ઓડિયો, 2ડી અને 3ડી વીડિયો ચેટિંગની સુવિધા મળશે.
  • સાથે જ રિલાયન્સે એવો દાવો પણ કર્યો છે કે જિયો મીટ ભારતની સૌથી સુરક્ષિત વર્ચુઅલ મીટિંગ એપ છે.
  • આ સિવાય મુકેશ અંબાણીએ કહ્યું કે આપણે ભારતના સૌથી મોટા નિકાસકાર અને ખાનગી ક્ષેત્રના સૌથી મોટા ટેક્સપેયર્સ છીએ.
  • જીએસટી અને વેટ અને ખાનગી ક્ષેત્રોમાં ઇનકમ ટેક્સના પણ આપણે સૌથી મોટા યોગદાન કરનારા છીએ.
  • મુકેશ અંબાણીએ કહ્યું કે આપણે આ વખતે વીડિયો કોન્ફ્રેન્સિંગ અને અન્ય ઓડિયો-વિઝ્યુલના માધ્યમથી આ એજીએમ કરી રહ્યા છીએ.
  • જે કોર્પોરેટ મામલાના મંત્રાલયના સર્કુલરના મુજબ છે.
  • આ તકે કંપનીએ લર્નિંગ એપ ઇમ્બાઇબ લોન્ચ કરવાની જાહેરાત કરી જે બાયજૂસને મોટી ટક્કર આપશે.
  • કોરોના દરમિયાન 200થી વધુ શહેરોમાં જીયોમાર્ટ લોન્ચ કરવામાં આવ્યા છે.
  • કંપનીએ કહ્યું કે, જીયોમાર્ટ કરિયાણાનું વિશ્વાસપાત્ર સોલ્યૂશન બનીને ઉભર્યું છે.
  • કંપનીએ ઓડિયો-વીડિયો માટે જીયોગ્લાસ લોન્ચ કરવાની પણ જાહેરાત કરી છે. 
  • એજીએમ દરમિયાન બુધવારે કારોબાર દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં લગભગ 3 ટકાની તેજી જોવા મળી અને શેર ભાવ 1975 રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો.
  • આ પહેલા મંગળવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર દબાણમાં હતો.
  • માર્કેટ કેપની વાત કરીએ તો 12 લાખ 45 હજાર કરોડ રૂપિયાના સ્તરે છે.
  • આ પહેલી ભારતીય કંપની છે જે આ સ્તરે પહોંચી છે.
  • દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પ્રથમ વર્યુઅલ એજીએમ Reliance AGM શરૂ થઈ ગઈ છે.
  • કોરોના કાળમાં વધુમાં વધુ શેરહોલ્ડર ભાગ લે તે માટે રિલાયન્સે જોરદાર તૈયારીઓ પણ કરી હતી.
  • સોમવારે રિલાયન્સે એક ખાસ વર્ચુઅલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું. 
  • કોરોના સંકટ કાળમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને એક બાદ એક ઘણી સફળતા મળી છે.
  • રિલાયન્સ જીયો પ્લેટફોર્મ્સને વૈશ્વિક સ્તર પર 1 લાખ કરોડથી વધુનું રોકાણ મળી ચુક્યુ છે.
  • મહત્વનું વાત છે કે આ રોકાણમાં ફેસબુક જેવી કંપનીઓ સામેલ છે.
  • આ રોકાણની મદદથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેવા મુક્ત થઈ ગઈ છે.
  • તમને જણાવી દઈએ કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે દેવા મુકત થવા માટે માર્ચ 2021 સુધીની ડેડલાઇન રાખી હતી.
  • કહેવાનો અર્થ છે કે કંપની સમયથી આશરે 9 મહિના પહેલા દેવા મુક્ત થઈ ગઈ છે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024