Surat

Ahmedabad

અમદાવાદ (Ahmedabad) ના સરદાર નગરમાં સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ૩૦ વર્ષીય યુવતી સાથે સામુહિક દુષ્કર્મની ઘટના બની. આ મહિલા પરિણીત છે અને તેને ચાર સંતાનો છે. પતિ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાથી તે મહિલા ભિક્ષા વૃત્તિ કરતા. સાથે હમણાંથી દાણીલીમડા ખાતે એક કારખાનામાં નોકરીએ જતી. ભિક્ષા વૃત્તિ દરમિયાન આ મહિલા મહેશ ઉર્ફે પ્રેમ નામના યુવકના પ્રેમમાં પડી હતી.

ગત 31મી તારીખે આ યુવતી તેના ઘરેથી નોકરીએ જવાનું કહીને નીકળી 10 વાગ્યે નરોડા ખાતે આવી હતી. ત્યાં તેને લંબુ નામનો યુવક રિક્ષામાં બેસાડી તેના પ્રેમીના ઘરે લાવ્યો હતો. આખો દિવસ તે મહેશના ઘરે રોકાઇ હતી અને રાત્રે મોડું થતાં મહેશે કહ્યું કે ઘરે જવાનું નથી અને અહીં જ રહેવાનું છે. તેમ કહી ઘરનો દરવાજો બંધ કરી દઈ પ્રેમી અને તેના બે મિત્રોએ બળાત્કાર ગુજાર્યો. મહિલાના પ્રેમી સાથે હાર્દિક પંડ્યા અને સુમિત ઠાકોર નામના બે લોકો અહીંયા હાજર હતા.

આ પણ જુઓ : અમદાવાદથી બેંગલોર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત

તે રાત્રીએ આ મહિલા સાથે તેનો પ્રેમી મહેશ સુઈ ગયો હતો અને તેને સોડા પીવડાવતા આ યુવતી અર્ધ બેભાન થઈ ગઈ હતી. બાદમાં મહેશ તેની પર બળાત્કાર ગુજાર્યા બાદ ઊઠીને બહાર ગયો હતો અને થોડીવાર પછી મહેશનો મિત્ર હાર્દિક પંડ્યા તેમજ સુમિત ઠાકોર પણ આ રૂમમાં આવ્યા અને જબરજસ્તીથી આ મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં વહેલી સવારે પાંચ વાગ્યે મહેશ ઉર્ફે પ્રેમએ યુવતીને છોડી આવવા કહ્યું. જેથી લંબુ નામનો યુવક યુવતીને નોબલ નગર ખાતે છોડી દીધી.

આ પણ જુઓ : WHOના પ્રમુખ કોરોના દર્દીના સંપર્કમાં આવતા થયા ક્વોરન્ટાઇન

મહિલા રોડ ઉપરથી પસાર થતી હતી તે સમયે તેને પેટમાં અને ગુપ્ત ભાગે દુખાવો થતા ત્યાં બેસી ગઈ અને તેને માનેલા ભાઇને ફોન કર્યો હતો અને ત્યાં આવે તે પહેલાં જ ત્યાં તેને તેમના સમાજના એક બહેન મળી આવ્યા હતા અને તેને આ હકીકતની જાણ કરતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ શોધ્યા અને ત્રણેયની ધરપકડ કરી. સરદાનગર પોલીસે ત્રણ લોકો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024