Pavagadh temple
કોરોના મહામારીને લીધે નવરાત્રિમાં ગુજરાતના અનેક મંદિરો ભક્તો માટે બંધ કરાયા હતા. ત્યારે પાવાગઢ મંદિર (Pavagadh temple) પણ બંધ કરવામાં આવ્યું હતું. નવરાત્રિ બાદ પણ મંદિર ખોલવામાં આવ્યું ન હતું. જે હવે આજે મંદિરના દરવાજા ભક્તો માટે ખોલી દેવાયા છે. આજથી ભક્તો પાવાગઢ મા કાળીના દર્શન કરી શકશે.
નવરાત્રિમાં દર વર્ષે એટલા ભક્તો ઉમટી પડે છે કે, તળેટીથી લઈને મંદિર સુધી ભીડ જ ભીડ નજરે પડે છે. જેથી કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રિમાં મંદિર બંધ કરવામાં આવ્યું હતું. મંદિરની બહાર એલઈડી પર દેવીના દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પણ જુઓ : અમદાવાદથી બેંગલોર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત
જે આજે સોમવારથી મંદિર ભક્તો માટે ખોલી દેવાયું છું. મંદિરની વેબસાઇટથી ભક્તો મા પાવાગઢવાળીના વર્ચ્યુઅલ દર્શનની વ્યવસ્થા કરાઈ હતી. જે હવે આજથી એટલે કે 2 નવેમ્બરથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.