Himachal Pradesh

Himachal Pradesh

હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કાંગડા વિસ્તારમાં એક મહિલા સાથે ગેંગરેપની ઘટના બની હતી. 32 વર્ષની આ પરિણીતાને લીફ્ટ આપવાને બહાને પોતાની કારમાં બેસાડ્યા બાદ સાતે આરોપીઓએ જાનવરની જેમ મહિલા સાથે ગેંગરેપ આચર્યો હતો. 

આ મહિલા એક બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઇને ઊભી હતી ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલી કારમાં બેઠેલા લોકોએ એને લલચાવી લિફ્ટ આપી હતી. ત્યારબાદ એક વેરાન વિસ્તારમાં આવેલા ફાર્મ  હાઉસ પર લઇ જઇને એના પર ગેંગરેપ કરાયો હતો. ત્યારબાદ એને હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના મેકલોડગંજ વિસ્તારની એક હૉટલમાં લઇ જઇને ફરી દુષ્કર્મ આચર્યો હતો. ત્યારબાદ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ જુઓ : ટૂંકું ને ટચ : PM Narendra Modi writes a letter to MS Dhoni

પોલીસ સુપરિન્ટેન્ડન્ટ સુનીલ રાણાએ જણાવ્યું હતું કે પતિ સાથે મતભેદ હોવાથી આ મહિલા પોતાના ત્રણ સંતાનો સાથે એકલી રહે છે. ત્યારબાદ મહિલાએ આપેલી માહિતીના આધારે નજીકના ગામમાં રહેતા સાતે સાત યુવાનોની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસે સાતે સાત યુવાનો સામે ઇન્ડિયન પીનલ કૉડની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024