Electric Vehicles Subsidies : ઇલેક્ટ્રિક વાહન પર જાણો કેટલી મળી શકે છે સબસીડી.

પોસ્ટ કેવી લાગી?

Electric Vehicles Subsidies : ચેન્જની સમસ્યા આજકાલ સૌથી મોટી સમસ્યા બનતી જય છે. વિશ્વમાં પ્રદુષણ દિન-પ્રતિદિન વધતું જાય છે. પર્યાવરણનું જતન અને ઉછેર કરવો આપણી નૈતિક જવાબદારી છે. આ ઉદ્દેશને ધ્યાને લઈને જુદા-જુદા દેશો દ્વારા હવે પ્રદુષણરહિત સાધનોનો આવિષ્કાર કરવામાં આવી રહ્યા છે. જેમાં બેટરી સંચાલિત સ્કૂટર, રીક્ષા અને કાર પણ હવે વિકસાવવામાં આવી રહ્યા છે.

જાહેરાત મુજબ પ્રથમ બે લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદનાર લોકો માટે મોટા પાયે સબસીડીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મોટા પાયે સબસિડી મળી રહી છે. આ યોજના તો પ્રથમ જુલાઇથી શરૂ થઈ ચૂકી છે અને ચાર વર્ષના ટાર્ગેટ પ્લાન સાથે પ્રથમ બે લાખ ઉપભોક્તાઓને લાભ મળવાનો જ છે. જેમાં કેટલા કેટલા વાહનો સબસિડીને પાત્ર રહેશે તેની માહિતી નીચે મુજબ છે.

Electric Vehicles Subsidies

આ યોજનામાં સામેલ થનાર 2 લાખ વાહનોની બેટરી મર્યાદા કેટલી રહેશે? અને કેટલી રકમ સબસિડી સ્વરૂપે મળશે?

યોજનાનો લાભ લેનાર લોકોને એક જ વખત સબસિડી મળી શકશે. ઉપરાંત અરજી કરનાર વ્યક્તિ સરકારની એક સમયે એક જ યોજનાનો લાભ મેળવી શકશે.

હવે તમને એમ થશે કે જો આપણે આ યોજનાનો લાભ ન મેળવી શક્યા કે પ્રથમ બે લાખ ઉપભોક્તાઓમાં સામેલ ન થઈ શક્યા તો?

તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમારા માટે લઈને આવ્યા છીએ બીજી એવી યોજના કે જેમાં તમને આ પ્રકારે ઇલેક્ટ્રિક વાહન પર સબસિડીનો લાભ મળી શકે છે.

આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ ઉપરાંત એવા ભાઈઓ બહેનો કે જે ઓટો ચલાવે છે કે પોતાનો થ્રી વ્હીલર પર ધંધો ચલાવે છે એવા તમામ મિત્રોને પણ આ સમાચાર ખૂબ કામના નીવડશે. તો જાણો શું છે આ યોજનામાં.

ગુજરાત ઇલેક્ટ્રિક ઈ વ્હીકલ સ્કીમ 2021

ગુજરાત સરકારના ક્લાયમેટ ચેન્જ ડીપાર્ટમેન્ટ દ્વારા પર્યાવરણમાં પ્રદૂષણ ઘટાડવા માટે તથા બેટરી સંચાલિત અને ઈલેક્ટ્રીક વાહનોનો વપરાશ વધારવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

Electric Vehicles Subsidies : કોને મળશે લાભ?

તમને પ્રશ્ન થશે કે આ યોજનાનો લાભ બધા લઈ શકે? તો જવાબ છે ના.

GEDA દ્વારા આ યોજનાનો લાભ મેળવવા માટે લાયકાત નક્કી કરવામાં આવી છે. જે આ મુજબ છે.
1) લાભાર્થી ગુજરાતનો નાગરિક હોવો જોઈએ
2) Gujarat two wheeler scheme રાજ્યના ધોરણ-9 અને 12 તથા કોલેજના વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર થશે.
3) Three Wheeler Scheme રાજ્યના વ્યક્તિઓ અને સંસ્થાઓને મળવાપાત્ર જ થશે.

Electric Vehicles Subsidies : તો આ Subsidy Scheme હેઠળ તમને

1) ધોરણ-9 થી 12 તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલતિ દ્વિ-ચક્રી વાહનની ખરીદી પર
રૂ. 12,000

2) નાગરિકો અને સંસ્થા માટે ત્રિ ચક્રી વાહન ખરીદી પર
રૂ. 48,000/- (અડતાળીસ) હજાર સબસીડી આપવામાં આવશે.

Electric Vehicles Subsidies કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ?

1)વિદ્યાર્થીનું બોનાફાઈડ સર્ટીફિકેટ અથવા માર્કશીટ
2)લાભાર્થીનું આધારકાર્ડ
3)જાતિનું પ્રમાણપત્ર
4)બેંક ખાતાની નકલ
5)શાળા/કોલેજની ફી ભર્યાની પહોંચ
6)પાસપોર્ટ સાઈઝનો ફોટો
7)ડ્રાઇવિંગ લાઇસન્સ (માત્ર હાઇ સ્પીડ વહાણો માટે જ જોઈશે)

Electric Vehicles Subsidies ફોર્મ કેવી રીતે ભરવાનું?

સૌથી પહેલા તો તમારે જેના માટે સબસિડી જોઈએ છે તેનું અરજીપત્રક ડાઉનલોડ કરી લો.
જેની લિન્ક અમે નીચે આપી દીધી છે:

1) લાભાર્થીએ પોતાના Application Form માં માંગ્યા મુજબ માહિતી ભરવાની રહેશે.
2) એપ્લિકેશન ફોર્મ ભરીને સાથે ડોક્યુમેન્‍ટ જોડવાના રહેશે.
3) ત્યારબાદ ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને પસંદ કરીને એમ્પેનલ થયેલી કંપનીઓ પાસે સહિ-સિક્કા કરવાના રહેશે.
4) અરજીપત્રકમાં માહિતી ભર્યા બાદ તથા મોડેલની પસંદગી કરીને પસંદ કરેલ ઉત્પોદકોના ડીલર્સ પાસે ફોર્મ જમા કરાવી શકાય.
5) Electric Bike Subsidy in Gujarat નો લાભ લેવા માટે અરજી ફોર્મ GEDA ની ઓફિસ ખાતે પણ જમા કરાવી શકાય છે.

Gujarat Electric e-Vehicle Scheme Online Application લાભાર્થીઓ ડિજીટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકશે. ટુંક સમયમાં જ રાજ્ય સરકાર દ્વારા આ યોજનાની ઓનલાઈન અરજીઓ ચાલુ કરવામાં આવશે. જેની ઓફિશીયલ નોટિફિકેશન Digital Gujarat Portal પર મૂકવામાં આવશે.

Electric Vehicles Subsidies ફોર્મ માટે અન્ય અધિકૃત વેબસાઇટ કઈ?

https://geda.gujarat.gov.in/

Email : info@geda.org.in પર સંપર્ક કરી શકાય.

GEDA – Gujarat Energy Development Agency ની કચેરીનું સરનામું કયું છે?

ગુજરાત ઊર્જા વિકાસ એજન્‍સી, ચોથો માળ, બ્લોક નંબર-11 & 12, ઉદ્યોગભવન, સેકટર-11, ગાંધીનગર-382017, ગુજરાત

તમારા કામનું :ઈલેક્ટ્રીક વ્હીકલ ખરીદવું કે નહીં? કેટલામાં પડશે, કેટલી સબસિડી, જાણો સરકારની યોજના વિસ્તારથી…..

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures