• ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીકના છાત્રોડા ગામમાં બે કિલોમીટર દૂર દેવકા નદીમાંથી મગર આવી પહોચ્યો હતો.

વેરાવળ નજીકના છાત્રોડા ગામમાં બે કિલોમીટર દૂર દેવકા નદીમાંથી મગર આવી પહોચ્યો હતો. જેના પગલે ગ્રામ જનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

  • વનવિભાગને જાણ કરાતા ટીને મગરને રેસ્ક્યૂ કરીને પકડી પાડ્યો હતો.
  • સુત્રોના જણાવ્યા પ્રમાણે ગીર સૉમનાથના વેરાવળ નજીક ના છાત્રોડા ગામમાં નજીક ભરતભાઇના ખેતરમાં મોડીરાત્રે એક મગર ઘુસી આવ્યો હતો.
  • જેના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
  • વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને મગરના રેસ્ક્યૂની કામગીરી હાથધરી હતી.
  • આશરે કલાક રેસ્ક્યૂની કામગીરી ચાલ્યા બાદ મગરને ઝડપી લેવામાં આવ્યો હતો.
  • પકડાયેલા મગરની ઉંમર આશરે 3 વર્ષ અને લંબાઇ 5 ફૂટ જેટલી હતી. જેને હીરણ ડેમાં મુક્ત કરવા લઇ જવામાં આવ્યો હતો.