સદીના સૌથી ભયાનક વાવાઝોડા બાદ CM રૂપાણીએ ઓડિશામાં રૂપિયા 5 કરોડની સહાય જાહેર કરી.
- ઓડિશામાં સદીના સૌથી ભયાનક વાવાઝોડા બાદ ઓડિશાની સ્થિતિ કફોડી છે. ઠેરઠેર કાટમાળ પડ્યો છે અને તબાહીના દૃશ્યો સામે આવી રહ્યાં છે.
- વિશ્વના સૌથી મોટા બચાવ કાર્યના ભાગરૂપે 11 લાખ લોકોનું સ્થળાંતર કરાયું હોવા છતાં ફાની વાવાઝોડાએ ઓડિશામાં 16 લોકોનો જીવ લીધો છે.
- પ્રાપ્ત વિગતો અનુસાર ઓડિશામાં 1 કરોડ લોકોનું જીવન ફાનીના કારણે પ્રભાવિત થયું છે.
- ઓડિશાને સહાયની જરૂરિયાત હોવાથી ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મુખ્ય મંત્રી રાહત નીધિમાંથી રૂપિયા 5 કરોડની જાહેરાતનું એલાન કર્યુ છે.

- ઓડિશામાં ફાની વાવાઝોડાના કારણે મૃતાંક વધીને 16 થયો છે. ઓડિશાના આશરે 10,000 ગામડા અવને 52 શહેરી વિસ્તારોમાં રાહત અને પુનર્વસનનું કામ શરૂ છે.
- આ વાવાઝોડાથી કારણે આશરે 1 કરોડો લોકો પ્રભાવિત થયા છે.
- આ અગાઉ પણ વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકાર તરફથી ફાની બાદના રાહત કાર્ય માટે રૂપિયા 1,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી.
- વડાપ્રધાન મોદી સોમવારે ફાની પ્રભાવિત ઓડિશાની મુલાકાત લેશે. ઓડિશા ઉપરાંત પશ્ચિમ બંગાળમાં પણ ફાનીના કારણે ખાના ખરાબી થઈ છે તેમ છતાં જાનહાનિના સમાચાર નથી.
- અધિકારીઓએ જણાવ્યું કે વાવાઝોડાના કારણે ઓડિશાના મયુર ભંજમાં 4, પુરી અને ભુવનેશ્વરમાં 3 અને ક્યોંઝર, નયાગઢ અને કેન્દ્ર પાડામાં એક એક વ્યક્તિનું મૃત્યુ થયુ છે.
- ઓડિશામાં ચક્રવાતી તોફાન ફાનીના કારણે અત્યાર સુધી 16 લોકોના મોત થઈ ચૂક્યા છે. જોકે, સારી બાબત એ છે કે સમયસર ઓડિશાના લગભગ 10,000 ગામો અને 52 શહેરી વિસ્તારોમાં બચાવ અને રાહતનું કામ ચાલુ છે.
- ઓડિશાશના હજારો લોકોનો જીવ બચાવવાની પાછળ ISROની ભૂમિકાના પણ બહુ વખાણ કરવામાં આવી રહ્યા છે. ISROના સેટેલાઇટે જો સમયસર આ તોફાનની ઓળખ ન કરી હોત તો કદાચ સ્થિતિ બગડી શકતી હતી.