દોઢ વર્ષની બાળકીને ક્રૃરતાનો ભોગ બનાવ્યો હતો. બાળકીની હત્યા કરવામાં આવી હતી. બે લોકોના પરસ્પર ઝધડાનો ભોગ બાળકી બની હતી બાળકીને મારીને કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવી હતી. દરેક જગ્યાએ આ ક્રાઈમની વાત થઈ રહી છે. આ બનાવથી દરેક લોકોને આઘાત લાગ્યો હતો. સોશિયલ મીડિયામાં પણ આ વાતની ચર્ચા છે. નિર્દોષ બાળકીના ખૂનીઓ પ્રત્યે ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. આ બાબતે સોનમ કપૂરે ટ્વિટ કરી શોક જાહેર કર્યો હતો. પરંતુ સોનમની વાત લોકો ન ગમતા અભિનેત્રીને લોકોએ ટ્રોલ કર્યો હતો.

સોનમ કપૂરે લખ્યું, કે “બેબી ટ્વિંકલ સાથે જે કંઇ થયું તે એક ડરામણી અને હ્રદયસ્પર્શી ઘટના છે. હું તેના અને તેના પરિવાર માટે પ્રાર્થના કરું છું. હું તેમની સાથે લોકોને પણ વિનંતી કરું છું કે કૃપા કરીને આ મુદ્દાને એક સ્વાર્થી એજન્ડા બનાવશો નહીં. આ એક નાની છોકરીના મૃત્યુની વાત છે. એવુ કારણ નથી કે તમે તમારી નફરત ફેલાવવો. “

સોનમે આટલુ લખ્યું કે તેને લોકોએ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

આઠ વર્ષની નાની બાળકી આસિફાનો જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાના રાસ ગામમાં બળાત્કાર કરાયો હતો અને તેને ડ્રગ્સ આપી ઘણા દિવસો સુધી ગેંગરેપ કર્યો હતો પછી તેને ક્રૂર રીતે મારી ફએકી દીધી હતી. આ બાબતે, સોનમ સહિતના ઘણા સેલિબ્રિટીએ ફોટો શેર કરી લખ્યું કે આપણે હિન્દુસ્તાન છીએ, અને અમે શરમિંદગી અનુભવીએ છીએ.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.