- ઑડિશાની એક યુવતીએજણાવ્યું હતું કે યુવક પાછલા 10 વર્ષોથી મને પ્રેમ કરે છે. જ્યારે મેં સાંભળ્યું કે તે અન્ય યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે ત્યારે મેં તેને લગ્ન માટે પૂછ્યું હતું. ત્યારબાદ તેણે મને રૂમમાં બંધ કરી દીધી હતી અને એકલી છોડીને જતો રહ્યો હતો.
- સામાન્ય રીતે પ્રેમી અને પ્રેમિકાની વચ્ચે અનેક અણબનાવ બનતા રહે છે. અને ક્યારેક એવું પણ બને છે કે બંને વચ્ચેનો ઝઘડો ખતરનાક સ્વરૂપ પણ ધારણ કરતો હોય. પરંતુ ઓડિશામાં આવોજ એક એવો કિસ્સો બન્યો છે જે અંગે જાણીને તમને ગુસ્સો નહીં પરંતુ હસવું આવશે.
- ઓડિશાના અંગુલ જિલ્લામાં પ્રેમિકાને યુવકે ઓફિસમાં બંધ કરી દીધી હતી.
- યુવતીએ યુવક પાસે લગ્ન માટે કહ્યું હતું. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભારત નિર્માણ રાજીવ ગાંધી સેવા કેન્દ્રમાં કામ કરનાર યુવક ચક્રધર મહાપાત્રાને એજ ગામની યુવતી સાથે અફેર ચાલી રહ્યું હતું.
- મહાપાત્રા યુવતીના લગ્નના પ્રસ્તાવને સતત નકારતો હતો. ત્યારબાદ યુવતીએ યુવકની ઓફિસ પહોંચી ગઈ હતી.
- ત્યારબાદ ગુસ્સે ભરાયેલા મહાપાત્રાએ ઓફિસ પરિસરમાં આવેલા એક રુમમાં બંધ કરી દીધી હતી. એનો મોબાઈલ ફોન પણ પડાવી લીધો હતો. જ્યારે યુવતીએ મદદ માટે બુમો પાડી હતી તેને સાંભળીને બહાર રમતા બાળકોએ ગામના લોકોને જાણ કરીહતી. ત્યારબાદ તેણે પોલીસ મદદ લીધી હતી.
- યુવતીએ જણાવ્યું હતું કે યુવક પાછલા 10 વર્ષોથી મને પ્રેમ કરે છે. જ્યારે મેં સાંભળ્યું કે તે અન્ય યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે ત્યારે મેં તેને લગ્ન માટે પૂછ્યું હતું. ત્યારબાદ તેણે મને રૂમમાં બંધ કરી દીધી હતી અને એકલી છોડીને જતો રહ્યો હતો.
- આ સમગ્ર ઘટના પરથી ઉલ્લેખનીય છે કે ભારત નિર્માણ રાજીવ ગાંધી સેવા કેન્દ્ર પોસ્ટ ઓફિસના માધ્યમથી મનરેગા મજૂરોને સમય ઉપર મજૂરીની સુવિધા આપવા માટે ગામમાં બીપીઓ તરીકે કામ કરે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News