Garden
અમદાવાદના ગાર્ડન (Garden) પ્રેમી શહેરીજનો માટે સારા સમાચાર આવ્યાં છે. શહેરમાં આજથી તમામ બગીચા ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. કોરોના કાળમાં અનલોકમાં ધીરે-ધીરે છૂટછાટ આપવામાં આવી. તો હવે બગીચાઓ ખોલી દેવામાં આવ્યાં છે. અનલૉક – 4ની ગાઈડ લાઈન પ્રમાણે રાજ્ય સરકારે છૂટ આપતા આ નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ બગીચામાં લોકોએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.
રાજ્ય સરકારે અનલૉક-4ની ગાઈડ લાઈન જાહેર કરતાં અમદાવાદમાં આજથી 5મી સપ્ટેમ્બરથી તમામ 258 ગાર્ડન (Garden) લોકો માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. શહેરના ગાર્ડનમાં સેનિટાઈઝેશનની કામગીરી પૂર્ણ કરીને આજથી લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે.
- ગુજરાત ST નિગમે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય,જાણો વિગત
- Teacher’s Day: રાષ્ટ્રપતિના હાથે રાજ્યના આ 3 શિક્ષકોને મળશે રાષ્ટ્રીય એવોર્ડ
તથા ગાર્ડનમાં કોઇ મેળાવડા કરીને સોશિયલ ડિસન્ટન્સિંગનો ભંગ થશે તો મોટી કાર્યવાહી કરવાનું પણ જણાવ્યું છે. જે બગીચામાં ગાર્ડની વ્યવસ્થા ન હોય ત્યાં પણ બગીચા વિભાગના સુપરવાઇઝર દ્વારા તપાસ કરાશે. ગાર્ડનમાં માસ્ક પહેર્યા સિવાય ફરતાં નાગરિકોને દંડ ફટકારાશે.
4 મહિના બાદ બગીચા ખુલતા સીનીયર સીટીઝનમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. ગાર્ડનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનુ પણ ધ્યાન રાખવું પડશે. બગીચામાં જો કોઈ વ્યક્તિ માસ્ક નહીં પહેર્યું હોય તો તેને દંડ ફટકારવામાં આવશે. તો બીજી બાજુ આજથી શહેરમાં બગીચા ખૂલ્યા હોવાથી સીનીયર સીટીઝન બગીચામાં ચાલવા પહોચ્યી ગયા હતા.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.