• કોરોના વાયરસના સંક્રમણથી બચવા અંગેની માહિતી આપતી સરકારે ‘આરોગ્ય સેતુ’ નામની એપ્લિકેશન બનાવી હતી.
  • આરોગ્ય સેતુ એપ મે મહિનામાં દુનિયાની ટોપ 10 ડાઉનલોડ થયેલી મોબાઇલ એપના લિસ્ટમાં તેનો સમાવેશ થઇ ગયો છે.
  • આ અંગેની માહિતી શનિવારે નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે ટ્વીટ કરીને આપી હતી.
  • મે મહિનામાં આરોગ્ય સેતુ સતત બીજી વખત દુનિયાભરમાં ડાઉનલોડ થતી ટોચની 10 મોબાઇલ એપ્લિકેશનમાંની એક બની છે.
  • 14 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ તેમના સંબોધનમાં લોકોને આ એપ ડાઉનલોડ કરવાની અપિલ કરી હતી.
  • ભારતે COVID-19 અંગે જાગૃતિ અને લોકોને તેનાથી બચાવવા અર્થે આ એપને લોન્ચ કરી છે. લોકોએ તેને મોટી સંખ્યામાં ડાઉનલોડ કરી છે. જેથી આ એપ લોકપ્રિય બની છે.

  • માર્કેટ ઇન્ટેલિજન્સ ફર્મ સેન્સર ટાવરે મે 2020માં સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવતી નોન ગેમિંગ એપ્સ અંગે એક અહેવાલ દ્વારા આ લિસ્ટમાં દુનિયાભરમાં મે 2020માં સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવેલી એપ અંગે જાણકારી આપવામાં આવી છે.
  • આ લિસ્ટમાં ‘આરોગ્ય સેતુ’ એપનો પણ સમાવેશ છે.
  • Google App ગુગલ પ્લે પરથી ડાઉનલોડ કરાયેલા લિસ્ટમાં આ એપ 7માં નંબરે આવે છે.
  • ઓવરઓલ ડાઉનલોડ લિસ્ટમાં આ એપ 8માં નંબરે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024