LPG Rate : 2024ની લોકસભા ચૂંટણી પહેલા પહેલી મોટી રાહત જાહેર થઈ છે. કેન્દ્ર સરકારે એલપીજીના ભાવમાં 200 રુપિયાનો ઘટાડો કર્યો છે. 200 રુપિયાના ઘટાડાનો લાભ ઉજ્જવલા સહિત તમામ લોકોને મળશે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઉજ્જવલા યોજના હેઠળના ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રુપિયાના ઘટાડાનો નિર્ણય લેવાયો છે.
રક્ષાબંધન અને ઓણના તહેવાર પર કેન્દ્ર સરકારે બહેનોનો સૌથી મોટી ભેટ આપી છે. આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપતા કહ્યું કે સરકારે એલપીજીના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે.
પીએમ મોદીએ તહેવાર પહેલા બહેનોને મોટી ભેટ આપી છે. દેશના તમામ લોકોને આ ફાયદો મળશે. આજથી આ નવા ભાવ લાગૂ થઈ ગયા છે. એટલે કે જે સિલિન્ડરની કિંમત 1100 રૂપિયા ઉપર હતી, તેમાં 200 રૂપિયાનો ઘટાડો થઈ જશે. આ રાહત સિલિન્ડર પર સબ્સિડી તરીકે આપવામાં આવી શકે છે. દેશમાં 14.2 કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરના ભારમાં છેલ્લે એક માર્ચ, 2023ના ફેરફાર થયો હતો.
ત્યારે સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો હતો. દિલ્હીમાં હાલ 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા છે. એક ઓગસ્ટે 19.2 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થયો હતો. તેની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
હાલમાં રાંધણ ગેસનો એક બાટલો 1110 રુપિયામાં પડી રહ્યો છે. મનમોહન સરકારમાં એક બાટલાની કિંમત 500ની આસપાસ હતી આ રીતે મોદી સરકારમાં તેઓ દોઢ ગણો વધારો આવ્યો છે. પરંતુ હવે તેમાં 200 રુપિયાના ઘટાડાની સંભાવના થઈ છે સરકારે આ અંગે નિર્ણય પણ લઈ લીધો છે અને ગમે ત્યારે તેની જાહેરાત થવાની સંભાવના છે.