જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 રદ થતાની સાથે જ સરકારી બંગલોમાં રહેતા પૂર્વ મુખ્ય મંત્રીઓએ પોતાના સરકારી બંગલા ખાલી કરવા પડશે. ભારતીય બંધારણ મુજબ સત્તા ગુમાવતાની સાથે જ પૂર્વ મુખ્ય મંત્રીઓએ બંગલા ખાલી કરવા પડે છે.
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશીત અહેવાલ મુજબ ઓમ અબ્દુલા, મહેબૂબા મુફ્તી સહીત તમામ પૂર્વ મુખ્ય મંત્રીઓ શ્રીનગરના ગુપ્કર રોડ પર સરકારી બંગલાઓમાં રહે છે અને આ બંગલાઓનું ભાડું પણ નથી લેવાતું. સૂત્રોના જણાવ્યા મુજબ પૂર્વ મુખ્ય મંત્રીઓએ પોતાના બંગલાઓના આધુનિકરણ પાછળ 50-50 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

મળતી માહિતી મુજબ ઓમર અને મહેબૂબાના સરકારી બંગલોમાં જે લોકો કામ કરે છે તેનો પગાર પણ સરકાર ચુકવે છે. કલમ 370 દૂર થવાની સાથે જ હવે એવી અટકળો છે કે ઓમર અબ્દુલ્લા અને મહેબૂબાને બહારનો રસ્તો બતાવી દેવામાં આવશે.
ગુલામ નબી આઝાદ જમ્મુ-કાશ્મીરના એક માત્ર પૂર્વ સી.એમ છે જેમણે સરકારી બંગલો પર કબ્જો ક્યારેય કર્યો નથી. તેમની પાસે ગુપ્કર રોડ પર જમ્મુ અને કાશ્મીર બેંકના સરકારી ગેસ્ટહાઉસમાં એક અસ્થાયી મકાન છે. જ્યારે સૂત્રોના જણાવ્યા મુજબ ફારૂક અબ્દુલ્લા પોતાના નિવાસમાં રહે છે પરંતુ પોતાના ઘરના ભાડાનું બીલ સરકારમાં મૂકે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.