ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનાં પરિણામ જાહેર કરવામાં આવ્યાં છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર થયું છે.
ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. શનિવારે 25મી મેના રોજ ગુજરાત બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામા આવ્યા. સવારે 8 વાગે બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન પરિણામ જાહેર કરી દેવાયા.
અમદાવાદ સિવાયના તમામ જિલ્લામાં બપોરે 12થી સાંજના પાંચ દરમિયાન વિદ્યાર્થીઓની માર્કશીટ અને પ્રમાણપત્રોનું વિતરણ થશે. જ્યારે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં બપોરે 3થી સાંજના 6 સુધી વિતરણ થશે.
આ વર્ષે ધો.12 સામાન્ય પ્રવાહમાં 5.33 લાખથી વધુ વિદ્યાર્થીઓ છે. ગત વર્ષ કરતા 30થી 40 હજાર વિદ્યાર્થીઓ વધ્યા છે.
2018માં પરિણામ 55.52%, વ્યવસાયિક પ્રવાહનું 52.29%, ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ 55.55% રહ્યું હતું. 2019માં સૌથી વધુ રેગ્યુલર 39 હજાર વિદ્યાર્થી સુરતથી નોંધાયા છે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશોને બાદ કરતાં સૌથી ઓછા 1511 વિદ્યાર્થી ડાંગ-આહવામાંથી નોંધાયા છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.