GST Council ની 41મી બેઠક આજે 11 વાગ્યે યોજાશે. તો જીએસટી કાઉન્સિલની બેઠકમાં GST Compensation પર ચર્ચા-વિચારણા થશે. સોનું વેચવા પર ત્રણ ટકા જીએસટી ચાર્જ અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે.જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ શકે છે. હાલમાં રાજ્યોના નાણા મંત્રીઓના એક સમૂહ (જીઓએમ)માં જૂના સોનું અને આભૂષણોના વેચાણ પર ત્રણ ટકા જીએસટી ચાર્જ લગાવવાના પ્રસ્તાવ પર લગભગ સહમત સધાઈ ગઈ છે.
સૂત્રો મુજબ, GST Counci ની બેઠકમાં કેટલાક રાજ્યો દ્વારા સિન ગુડ્સ (Sin Goods) પર સેસ વધારવાના પ્રસ્તાવ પર ચર્ચા થઈ શકે છે. સિન ગુડ્સ પર સેસ વધવાની ભલામણ પંજાબ, છત્તીસગઢ, બિહાર, ગોવા, દિલ્હી જેવા રાજ્યોની સરકારે કરી છે. તથા જો આવું થશે તો સિગરેટ, પાન મસાલા વધુ મોંઘા થઈ જશે. અત્યારના GST રેટ સ્ટ્રક્ચર અનુસાર, કેટલીક સિન ગુડ્સ જેમાં સિગરેટ, પાન મસાલા અને એરેટેડ ડ્રિન્ક્સનો સમાવેશ છે, તેની પર સેસ લાગે છે. સિન ગુડ્સ ઉપરાંત કાર જેવી લક્ઝરી ઉત્પાદનો ઉપર પણ સેસ લાગી શકે છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.