GTU
- વૈશ્વિક મહામારી કોરોનાની ભારે અસર વિધાર્થીઓના ભણતર પર પડી છે.
- પરંતુ આ કપરી પરિસ્થિતિમાં GTU ના વિધાર્થીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.
- ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા પરીક્ષા માટે વિદ્યાર્થીઓને બે વિકલ્પ આપવાનું નક્કી કર્યું છે.
- આ બે વિકલ્પોમાં જે વિદ્યાર્થીઓ 2 જુલાઈથી લેવાનારી પરીક્ષામાં બેસવા માંગતા હોય તેમના માટે વ્યવસ્થા કરવામાં આવશે.
- તો જે વિદ્યાર્થીઓ આ પરિસ્થિતિમાં પરીક્ષા આપી શકે તેમ ન હોય તો તેમના માટે પછીથી પરીક્ષા લેવામાં આવશે.
- GTU સમર–2020 પરીક્ષા જે તા. 2 જુલાઈથી શરૂ થવાની છે તે બાબતે ચર્ચાવિચારણા કરવા માટે એકેડેમિક કાઉન્સિલની બેઠક યોજવામાં આવી હતી.
- આ બેઠકમાં વિવિધ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થી સંગઠનો તથા સંચાલક મંડળ દ્વારા રજૂ કરવામાં આવેલ વિવિધ રજૂઆતોની ખુબ ઉંડાણપૂર્વક ચર્ચા–વિચારણા કરવામાં આવેલ હતી.
- એકેડેમિક કાઉન્સિલે વૈશ્વિક મહામારી કોરોના કોવિડ–19ના કારણે ઉપસ્થિત થયેલી પરિસ્થિતિનો સંપૂર્ણ અભ્યાસ કરી વિદ્યાર્થીઓ તથા વાલીઓની ચિંતાને ધ્યાનમાં લેવામાં આવી હતી.
- GTU ના અધિકારીએ જણાવ્યું કે,જે વિદ્યાર્થીને તેમના ઉચ્ચ અભ્યાસ, પ્લેસમેન્ટ, સરકારી નોકરી તથા અન્ય કારણોસર ફાઈનલ માર્કશીટની જરૂરિયાત હોય તેઓ દ્વારા પરીક્ષા યોજવા રજૂઆત કરેલી હોય તે ચર્ચા કરવામાં આવી હતી
- આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને ઉચ્ચ સંસ્થાઓમાં એડમિશન માટે ફાઈનલ માર્કશીટની જરૂરિયાત છે
- એવા વિદ્યાર્થીઓની પરીક્ષાઓ બીજી તારીખથી યોજવી આ માટે તેઓએ સ્ટુડન્ટ પોર્ટલમાં માહિતી ભરવાની રહેશે.
- વૈશ્વિક મહામારી કોરોનાની સ્થિતિમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો ઉપર જઈ પરીક્ષા આપવામાં ભય લાગે છે અને આ કારણોસર પરીક્ષા આપવા માગતા નથી.
- તેઓ માટે હાલમાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓ તથા અન્ય રાજ્યોમાંથી તથા અન્ય દેશોમાંથી પરીક્ષા આપી શકે તેમ નથી અને ઓનલાઈન પરીક્ષા માટે તેમના પાસે પુરતી વ્યવસ્થા નથી.
- આવા વિર્ધાર્થીઓ માટે યુનિવર્સિટી કોવિડ–19ની પરિસ્થિતિ સામાન્ય થાય પછી સ્પેશિયલ પરીક્ષાનું આયોજન કરશે.
- તેમજ જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે તેઓને રેગ્યુલર વિદ્યાર્થી જ ગણવામાં આવશે અને તેઓએ ત્યારે પરીક્ષા આપવાની રહેશે.
- આ અંગેનો વિકલ્પ સ્ટુડન્ટ પોર્ટલમાં આપવામાં આવશે.
- CBSE : જુલાઈમાં થનારી બોર્ડ પરીક્ષા કરાઈ રદ, જાણો વિગત
- BTP ના MLA પિતા પુત્રએ પોતાને જીવનું જોખમ હોવાનું કહી રાષ્ટ્રપતિને લખ્યો પત્ર
- ગરમીમાં છાશને અમૃત સમાન માનવામાં આવે છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News