ISRO

  • ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) એ જાહેરાત કરી છે કે હવે ભારતમાં પ્રાઇવેટ કંપનીઓ પણ રોકેટ અને સેટેલાઇટ બનાવી શકે છે.
  • ISRO ના ચેરમેન કે. સિવને ગુરુવારે જણાવ્યું કે, ખાનગી ક્ષેત્રને હવે રોકેટ અને સેટેલાઇટ બનાવવા અને પ્રક્ષેપણ સેવાઓ પૂરી પાડવા જેવી અંતરિક્ષ સંબંધિત પ્રવૃત્તિઓની મંજૂરી આપવામાં આવશે.
  • ઉલ્લેખનીય છે કે, આ વર્ષે NASA એ પહેલીવાર પ્રાઇવેટ કંપની સ્પેસએક્સના અંતરિક્ષયાનથી બે લોકોને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલ્યા છે.
  • ISRO ના ચેરમેન કે. સિવને જણાવ્યું કે, હવે સ્પેસ સેક્ટરને પ્રાઇવેટ કંપનીઓ માટે ખોલી દેવામાં આવશે.
  • તેઓએ કહ્યું કે ખાનગી ક્ષેત્ર ISRO ના અંતરગ્રહીય મિશનનો પણ હિસ્સો બની શકે છે.
  • જોકે સિવને જણાવ્યું કે ISRO નું કામ ઓછું નહીં થાય, ઇસરો તરફથી રિસર્ચ અને વિકાસના કામ સતત થતા રહેશે.
  • જો કે, છેલ્લા થોડા વર્ષોથી પ્રાઇવેટ કંપનીઓ ISRO ને કમ્પોનન્ટ્સ અને બીજો સામાન પૂરો પાડતી રહી છે.
  • સિવને એમ પણ કહ્યું કે, અંતરિક્ષ અનુસંધાનના ક્ષેત્રમાં હવે રોજગારની શક્યતા વધશે.
  • આ ઉપરાંત આ સેક્ટરમાં ગ્રોથની પણ સારી શક્યતા છે.
  • નોંધનીય છે કે અમેરિકા, ચીન અને યૂરોપના અનેક દેશોમાં અંતરિક્ષને લઈને થઈ રહેલા અનુસંધાનમાં પહેલાથી જ પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારી રહી છે.
  • આગામી દિવસોમાં હવે ભારતમાં પણ અંતરિક્ષના ક્ષેત્રમાં મોટું પરિવર્તન જોવા મળી શકે છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024