ગુજરાત સરકારે 14 હાજર કરોડના રાહત પેકેજની કરી જાહેરાત,જાણો શું – શું રાહતો મળશે ??

પોસ્ટ કેવી લાગી?
 • દેશમાં અનલૉક-1ની જાહેરાત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરી છે.   
 • આ પેકેજમાં વિગતો આ મુજબ છે
 • આ પેકેજમાં વાણિજ્યિક એકમોને વર્ષ 2020-21ના વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20%ની માફી આપવામાં આવશે.
 • રૂપિયા 600 કરોડની આ માફીનો લાભ રાજ્યના આશરે 23 લાખ વાણિજ્યિક એકમોને મળશે.
 • તે ઉપરાંત પ્રોપર્ટી ટેક્સ જો ૩૧ જુલાઈ 2020 સુધી ચુકવવામાં આવશે તો તેમાં પણ 10%ની માફી આપવામાં આવશે.
 • માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર ગ્રાહકોનું 100 યુનિટનું વીજળી બીલ એક વખત માટે માફ કરવામાં આવશે. 
 • શ્રમિકોને ઘર બનાવવા માટે રૂપિયા 35 હજારની સબસીડી આપવામાં આવશે.
 • વેપારીઓને રૂપિયા 1200 કરોડનું પડતર વેટ અને GST રિફંડ ૩૧ જુલાઇ 2020 સુધીમાં ચુકવવામાં આવશે જેથી આ વેપારીઓને રાહત મળશે.  
 • વેરા સમાધાન યોજના-2019 હેઠળ ૧૫ માર્ચ ૨૦૨૦ સુધી પ્રથમ હપ્તો ભર્યો છે તેઓને ત્રણ માસની મુદત વધારી આપવામાં આવશે.
 • ખેડૂતોને દેશી ગાય આધારિત કુદરતી ખેતી માટે દર મહિને રૂપિયા 900 લેખે વાર્ષિક રૂપિયા 10800ની આર્થિક સહાય આપવામાં આવશે.
 • ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે રૂ.૫૦ હજારથી ૭૫ હજાર સુધીની સહાય આપવા માટે રૂ.૫૦ કરોડ ફાળવવામાં આવશે.
 • નાના વેપારીઓને અપાતી લોન 1 લાખથી વધારીને અઢી લાખ સુધી કરાઈ છે. લોનનું 4% વ્યાજ સરકાર, તો 4% વ્યાજ લોનધારકે ભરવાનું રહેશે.
 • ટેક્સી,રિક્ષા અને લકઝરી બસો સહિતની પરિવહન સુવિધા માટે 6 મહિના સુધીનો રોડ ટેક્સ માફ કરવામાં આવ્યો છે. 63 હજારથી વધુ વાહનચાલકોને ફાયદો થશે.
 • જીઆઇડીસી માટે રૂપિયા 460 કરોડ અને વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20% માફ કરાશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures