કતારની આ કંપનીમાં ગુજરાતના 2000 જેટલા કર્મચારીઓ ફસાયા.

પોસ્ટ કેવી લાગી?
 • કોરોના મહામારીને રોકવા સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું અને પછી હવે અનલોક-1 ચાલી રહ્યું છે,
 • વડોદરા સહિત ગુજરાતના બે હજાર જેટલા કર્મચારીઓ કતારની ક્યુ કોન કંપનીમાં બે મહિનાથી ફસાઈ ગયા છે.
 • કતારમાં બે મહિનાથી વગર પગારે ફસાયેલા આ ગુજરાતીઓની ધીરજ હવે ખૂટી છે.
 • કતારમાં ફસાયેલા લોકો પાસેથી પૈસા તો ખુટી જ ગયા છે, તેની સાથે તેમને જમવાનું પણ સારૂ આપવામાં આવતું નથી.
 • તેઓ અહીં ફસાયેલા હોવાથી તેમનો પરિવાર પણ ચિંતામાં છે.
 • તેમના કહેવા પ્રમાણે ,પાકિસ્તાને તેમના કર્મચારીઓને પરત બોલાવ્યા છે.
 • ત્યારે ફસાયેલા કર્મચારીઓની ભારત સરકાર મદદ કરે તેવી આશા છે.
 • તથા ફસાયેલા યુવકોએ જણાવ્યું હતું કે, અહીં એક મહિનાનું જ કામ હતું.
 • તેમજ એ કામ પૂર્ણ પણ થઈ ગયેલ છે.
 • કામ પૂર્ણ થયું હોવાથી તેમને કંપની દ્વારા રૂમ પર બેસાડી દેવામાં આવ્યા છે.
 • આવીરીતે તેમને ચાર મહિનાથી વધુ સમય થઈ ગયો છે.
 • એટલું જ નહીં પણ કંપનીએ બે મહિનાથી પગાર પણ બંધ કરી દીધો છે.
 • તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અહીં એક વંદે ભારત ફ્લાઇટ આપવામાં આવી છે, જેમાં પણ 25 લોકોના જ નામ છે.
 • અને તેમાંથી પણ પાંચ લોકોના નામ કેન્સલ થઈ ગયા છે.
 • તો હવે કતરામાં ફસાયેલા ગુજરાતીઓએ ગુજરાત સરકાર પાસે મદદ માગી છે અને તેમને ઝડપથી વતન લઈ જવાની પણ માંગણી કરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures