gujarat government decision

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં નવીન વીજ ટ્રાન્સમિશન લાઇનો અને ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવા માટે અસરગ્રસ્ત ખેડૂતો/ જમીનધારકોને નૂકશાની પેટે અપાતા વળતર અંગે નવી નીતિ જાહેર કરવામાં આવી છે.

ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતો અને જમીન ધારકોની માંગણીને ધ્યાને લઇને, નવીન વીજ ટ્રાન્સમિશન લાઇનો અને ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવા અંગે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાન અંગે અગાઉ નિયત થયેલ વળતરમાં વધારો આપવાનો મહત્વનો નિર્ણય તા.30/12/2021ના ઠરાવથી કર્યો છે.

ઊર્જામંત્રીએ ઉમેર્યુ કે, RoW Corridor(Right of Way Corridor) (ટ્રાન્સમિશન લાઇનના રેષાઓની પહોળાઇ)ના કારણે જમીનના ઉપયોગ બદલ વળતર પેટે જમીનના મૂલ્યના 7.5% બદલે બમણુ એટલે કે,15% લેખે ચૂકવણું કરાશે. ફળાવ ઝાડ તથા અન્ય ઝાડના નુકશાન પેટે વળતર ચૂકવતી વખતે વળતરના મૂલ્યાંકન માટે મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરેલ તા.12.01.2021 ના પરિપત્ર તેમજ ત્યાર બાદ સમય-સમયે સુધારેલ પરિપત્ર પ્રમાણે નક્કી કરેલા દરો લાગુ પડશે. જેથી ખેડૂતોને નુકશાનના પ્રમાણમાં વળતર મળી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024