download LRD Call Letter 2021

LRD અને PSI ની ભરતી પર હાલ ગુજરાતભરના યુવાનોની નજર અટકેલી છે. ત્યારે આ ભરતીને લઈને આજે મહત્વનો દિવસ છે. આજે 26 નવેમ્બરથી કોલ લેટર (lrd call letter) ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ થશે. શારીરિક પરિક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. તો બીજી તરફ, LRDની તૈયારી કરતા ઉમેદવારો સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (harsh sanghvi) એ મુલાકાત કરી હતી. તેઓ સુરતના જહાંગીરપુરા ગ્રાઉન્ડમાં તૈયારી કરતા ઉમેદવારોને મળવા પહોંચ્યા હતા. હાલ ગ્રાઉન્ડ પર ભરતી (lrd bharti news) ની તૈયારી કરતા ઉમેદવારો મોટી સંખ્યામાં હાજર છે. ત્યારે હર્ષ સંઘવીએ ભરતીના ઉમેદવારો સાથે વાતચીત કરી હતી.

કેવી રીતે કોલ લેટર ડાઉનલોડ કરશો?

Step 1: સૌપ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવુ, વેબસાઈટ પર call letter સેક્શનના ઓપ્શન પર જવુ.


Step 2: call letter સેકશન પર ક્લિક કર્યા પછી Select Jobના ઓપ્શનમાં તમારી ભરતીની વિગત સિલેક્ટ કરવી, તે પછી તમારો અરજીનો Confirmation નંબર તેમજ જન્મ તારીખ નાંખવી(નીચે દર્શાવેલ ફોટો પ્રમાણે)



Step 3 : તેના બાદ તમારા કોલ લેટરની પ્રિન્ટ કાઢવી

રાજ્યભર (government job) માંથી 9 લાખ 32 હજાર ઉમેદવારો શારીરિક પરીક્ષા આપવાના છે. જેના માટે રાજ્યમાં 15 સ્થળોએ 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે. એક ગ્રાઉન્ડ પર એક દિવસમાં 1200 થી 1500 ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવાશે. 3 ડિસેમ્બરથી શરૂ થનાર શારીરિક પરીક્ષા જાન્યુઆરી સુધી ચાલશે. જોકે, સાથે જ સૂચના અપાઈ છે કે, રવિવારના દિવસે શારીરિક પરીક્ષા નહીં લેવામાં આવે. જોકે, PSI અને LRD બંને ભરતી માટે એક જ દોડ હોવાથી બંને ફોર્મ ભરનાર ઉમેદવારની પહેલા શારીરિક દોડની પરીક્ષા લેવાશે.

શારીરિક પરીક્ષા માટેની કેટલીક મહત્વની માહિતી

PSI અને LRD બંનેમાં માર્કસ અલગ મળશે
દોડના સમયના આધારે ઉમેદવારને માર્કસ મળશે
PSIમાં 50માંથી અને LRDમાં 25માંથી ગુણ અપાશે
પુરુષ અને મહિલા ઉમેદવારના શારીરિક પરીક્ષાના માપદંડ અલગ હશે
શારીરિક માપની પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારો જ લેખિત પરીક્ષા આપી શકશે