School fees
આજે બુધવારે ગાંધીનગરમાં રૂપાણી સરકારની કેબિનેટ મિટિંગ મળી હતી. આ મિટિંગમાં School fees ઘટાડા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત સરકારે ફી (School fees) અંગે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે શાળાની ફીમાં 25 ટકા ફી માફીની જાહેરાત કરી છે.
ફી ઘટાડા મુદ્દે ગઇકાલે વાલી મંડળોમાં વિખવાદ ઉભો થયો હતો. મંગળવારે ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક કરવા ગયેલા વાલી મંડળના અગેવાનોમાં જ બે ભાગ પડી જતા ફી માફીની વાત ગુંચવાઈ હતી.
તેમજ ત્રણ દિવસ અગાઉ વાલી મંડળમાંથી નરેશ શાહ, ભાવિન વ્યાસ, અમિત પંચાલ, કમલ રાવલ સહિત આગેવાનો ભુપેન્દ્રસિંહને મળવા ગયા હતા. તે મિટિંગમાં સરકાર દ્વારા 25 ટકા ફી (School fees) માફીની વાત કરાઈ હતી. ત્યારે વાલી મંડળમાં 50 ટકા અને 100 ટકા ફી માફીની માંગ કરાઈ હતી. આ કારણે તે દિવસે મિટિંગમાં ફી મામલે કોઇ નિરાકરણ આવ્યું ન હતુ.
આ બાદ મંગળવારે ફરી વાલીઓ અને શિક્ષણ મંત્રી વચ્ચે બેઠક ગોઠવાઈ હતી. પરંતુ આ બેઠકમાં સ્કૂલ સંચાલકો કેવીરીતે પહોંચી ગયા તેના પર સવાલ પણ ઉઠ્યો છે. તથા સ્કૂલ ફી માટે મિટિંગમાં વાલી મંડળના નરેશ શાહ અને ભાવિન વ્યાસ તેમજ સ્કૂલ સંચાલકો જ પહોંચ્યા હતા. તેમજ અન્ય વાલી મંડળના સભ્યો અને આગેવાનોને મિટિંગમાં તેમનો પક્ષ રજૂ કરવાની તક નહીં મળતા વાલી મંડળમાં બે ગ્રૂપ પડી ગયા હતા.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.