Surat

સુરત (Surat) ના સરથાણા પોલીસ સ્ટેશનમાં અજીબોગરીબ ચોરીની ફરિયાદ નોંધવામાં સામે આવી છે. ત્રણ કરોડપતિઓએ ચોર 150 રૂપિયાના બનીને ઝાડુની ચોરી કરી છે. જો કે, આ ઝાડુ ચોરનારા ત્રણ કરોડપતિ ચોરોની ધરપકડ કરવામાં આવી છે. CCTVના આધારે પોલીસે આ ત્રણ આરોપીને ઝડપ્યા હતા.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે સુરત (Surat) ના ત્રણેય ચોરોમાં એક હીરા દલાલ, એક જમીન દલાલ અને એક એમ્બ્રોડરી કારખાનાનો માલિક હોવાનું સામે આવ્યું છે. આ ત્રણે ચોરો રૂપિયા 150 નું ઝાડુની ચોરી કરી હતી. જો કે, પોલીસને પણ ત્રણેય આરોપીઓ વિશે જાણીને આશ્ચર્ય થયું હતું. વધુ પૂછપરછમાં પોલીસને આરોપીઓ પાસેથી જાણવા મળ્યું હતું કે ફરિયાદીને હેરાન કરવા ત્રણેય લોકો ઝાડુની ચોરી કરતા હતા.

મળતી માહિતી પ્રમાણે, સુરત (Surat) ના સરથાણા વિસ્તારમાં 150 રૂપિયાનું ઝાડુ ચોરનાર ચોરો પકડાયા છે. પૂછપરછ કરતા સરથાણા પોલીસને જાણવા મળ્યું હતું કે ત્રણેય ચોરી કરનાર ચોર લખપતિ અને કરોડપતિ છે. જ્યારે પોલીસને ઝાડુ-પોતું ચોરનાર વિશે ફરિયાદ કરવામાં આવી ત્યારે સરથાણા પોલીસે CCTVના આધારે 3 ચોરોને ઝડપી પાડ્યા હતા. ઝાડુ ચોરનાર આરોપીમાં એક હીરા દલાલ, એક જમીન દલાલ અને એક એમ્બ્રોઇડરી કારખાનેદાર માલિક હોવાનું બહાર આવ્યું છે.

સરથાણા પોલીસે જે આરોપીઓને ઝડપ્યા છે તેમાં જમીન દલાલ ભરત કાનાણી, એમ્બ્રોઇડરી કારખાના માલિક કલ્પેશ તેજાણી અને હીરા દલાલ જીગ્નેશ માંગુકિયા હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેય કરોડપતિઓ ચોર બનીને ફરિયાદીને હેરાન પરેશાન કરવા માટે તેના ઝાડુની ચોરી કરતા હતા. જો કે, સુરતના સરથાણા પોલીસની આ ફરિયાદ હાલ હાસ્યાસ્પદ બની છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024