Gujarat
અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત (Gujarat) માં સાઈક્લોન સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે. તેમજ આગામી 12 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં અને 13 ઓગસ્ટ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઇ છે.
ભારે વરસાદની સાથોસાથ પ્રતિ કલાકે 50 થી 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ, પાંચ દિવસ સુધી ગુજરાત (Gujarat) રાજ્યમાં સતત વરસાદી માહોલ રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. આ સિવાય દક્ષિણ ગુજરાત (Gujarat), મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ત્યારે આગામી તા.10, 13 અને 14 ઓગસ્ટ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત (Gujarat) ના બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી છે.સાબરકાંઠા તેમજ અરવલ્લીમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.
10 ઓગસ્ટે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહિસાગર, સુરત અને તાપીમાં વરસાદ આવી શકવાની આગાહી કરવામાં આવી છે.
13 ઓગસ્ટે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે.
14 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સુરત, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડશે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow