- હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં પોલીસ જવાનો ખરા અર્થમાં કોરોના યોદ્ધા બનીને કામ કરી રહ્યા છે.
- લૉકડાઉનમાં પોલીસ સતત રાત દિવસ ખડેપગે છે. જોકે, તમામ જગ્યાએ પોલીસની કામગીરીનું સન્માન પણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ કેટલાક પોલીસ વિભાગ સાથે જોડાયેલ કેટલાક લોકોએ જાણે કે ન સુધરવાની હઠ પકડી હોય તેમ લાગી રહ્યું છે.
- મળતી માહિતી અનુસાર શહેરના ઓઢવ વિસ્તારમાં એક પોલીસ કોન્સ્ટેબલ બિયરના જથ્થા સાથે પકડાયો હતો.
- ગુરુવારે મોડી રાત્રે શહેરનાં નારણપુરા વિસ્તાર માંથી હોમગાર્ડનો જવાન દારૂની બે બોટલ સાથે ઝડપાયો છે.
- આ અંગે નારણપુરા પોલીસને બાતમી મળી હતી કે, ખાખી ડ્રેસમાં એક વ્યક્તિ ભાવિન ચાર રસ્તાથી 132 ફૂટ રીંગ રોડ પર ટુ વ્હીલરમાં દારૂનો જથ્થો લઇ પસાર થવાનો છે.
- જેને લઇ પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડયો છે. જેનું નામ રાહુલ શાહ અને જૂના વાડજનો રહેવાસી હોવાનું જાણવા મળ્યુ છે.
- જે હોમ ગાર્ડમાં ફરજ બજાવે છે.
- પોલીસે તેની પાસેથી વિદેશી દારૂ ની બે બોટલ પણ કબ્જે કરી છે.
- હાલમાં પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News