અમદાવાદ : કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃતદેહ પરથી દાગીનાની ચોરી, બે આરોપી ઝડપાયા

પોસ્ટ કેવી લાગી?
 • કોરોનાના કહેર વચ્ચે માણસ જ નહીં પણ માનવતા મરી પરવારી હોય તેમ લાગી રહ્યું છે.
 • અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મૃતકના શરીર પરથી દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્પયો હતો.
 • અંતે શાહીબાગ પોલીસને આરોપીઓને પકડવામાં સફળતા મળી છે.
 • અમદાવાદની શાહીબાગ પોલીસએ આ ગુનામાં બે આરોપી ઓને ઝડપી પાડ્યા છે.
 • બંને આરોપીઓ કોરોનાગ્રસત વ્યક્તિઓના મૃતદેહને સેનિટાઈઝર કરવાનું કામ કરી રહ્યા હતા.
 • તેઓ સિવિલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા હતા.
 • પોલીસે અમિત શર્મા અને રાજેશ પટેલ નામના બે આરોપીઓને ઝડપીને તેમના કોરોના ટેસ્ટ કરાવવાની કામગીરી શરૂ કરી છે.
 • તમને જણાવી દઈએ કે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના ત્રણ ગુના દાખલ થયા હતા.
 • તેમાં પણ બે ફરિયાદ તો એક જ દિવસમાં દાખલ થઈ હતી.
 • ફરિયાદમાં મૃતક પુરુષની સોનાની વીંટી, ચેન, સહિતના દાગીના અને આશરે દશ હજાર રૂપિયા રોકડા તો બીજી ફરિયાદમાં મૃતક મહિલાનું સોનાનું બુટ્ટી અને વીંટીની ચોરી થઈ હતી.
 • આ સિવાય પણ સિવિલ હોસ્પિટલમાં પુષ્કળ પ્રમાણમાં દર્દીઓનાં સરસામાનની ચોરી થતી હોવાની ફરિયાદો પણ થતાં પોલીસ દોડતી થઈ હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures