દમણમાં હવેથી જાહેરમાં બીચ પર તમે દારૂનું સેવન નહીં કરી શકો. હવેથી દમણનાં તમામ બીચ પર દારૂ પીશો તો દંડ કરવામાં આવશે. આ માટે દમણ પોલીસનાં જવાનો ખાસ સાયકલ પર પેટ્રોલિંગ કરવાનું શરૂ કર્યું છે.
કુદરતી સૌદર્યથી ભરપુર દમણમાં ગુજરાત,મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાંથી વાર-તહેવાર, વીક એન્ડ, વેકેશન અને ન્યૂ ઈયર દરમિયાન પર્યટકોનો ભારે ધસારો રહે છે. પર્યટકો દમણના બીચ અને જાહેર સ્થળો પર દારૂનું સેવન કરે છે. ત્યારબાદ દારૂનાં નશામાં ભાન ભૂલીને સ્થાનિક લોકો કે અન્ય પર્યટકો સાથે રકઝક કરતા સમયાંતરે મારામારી અને અકસ્માતોના બનાવો બનતા રહે છે.
આ પણ વાંચો : અમદાવાદ: PUBG રમવાની ના પાડતા પતિએ પત્નીને માર માર્યો.
આ પણ વાંચો : અલ્પેશ ઠાકોરનું હાઈકોર્ટમાં સોગંદનામું, મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી.
દમણમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પહેલા પણ જીલ્લા કલેકટરે થોડા સમય માટે બીચ અને જાહેર સ્થળો પર દારૂના સેવન પર પ્રતિબંધ મુકયો હતો.
હવે આ આદેશનો જો કોઈ ભંગ કરશે તો તેની સામે દંડ વસૂલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પહેલા પણ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવમાં 1 એપ્રિલથી નેશનલ અને સ્ટેટ હાઇવે પર દારૂના વેચાણ અને બાર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં આ જાહેરનામાના કારણે દીવ અને દમણના 60 ટકાથી વધુ બારને તાળા વાગી ગયા હતાં.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.